જ્યાં જુઓ ત્યાં પાણી પાણી : ક્યાંક કાર તણાઈ તો ક્યાંક મકાનો પાણીમાં ગરકાવ - Sandesh
  • Home
  • Featured
  • જ્યાં જુઓ ત્યાં પાણી પાણી : ક્યાંક કાર તણાઈ તો ક્યાંક મકાનો પાણીમાં ગરકાવ

જ્યાં જુઓ ત્યાં પાણી પાણી : ક્યાંક કાર તણાઈ તો ક્યાંક મકાનો પાણીમાં ગરકાવ

 | 2:32 pm IST
  • Share

અત્યારે ભારે વરસાદને કારણે કેરળમાં પૂરથી હાહાકાર સર્જાયો છે. પૂરના કારણે ભયંકર પરિસ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદના કારણે રસ્તાઓ અને ઘરોમાં પાણી ઘુસી ગયા છે. ક્યાંક ગાડીઓ પાણીમાં તરતી જોવા મળે છે, તો ક્યાંક નદીના કિનારે આવેલા મકાનો પાણીમાં ગરકાવ થઈ રહ્યા છે. એટલું જ નહીં કેરળમાં આ ભારે વરસાદના પગલે અત્યાર સુધીમાં 26 લોકોના મોત થયા છે. કેરળના કેટલાક ફોટો સામે આવ્યા છે. જે જોઈને થોડીવાર માટે તમે પણ સ્તબ્ધ થઈ જશો. હાલમાં પણ તિરુવલ્લાના મકાનો પાણીમાં ડૂબી ગયા છે. લોકોને ઘર અને સામાન છોડીને સલામત સ્થળે જવાની ફરજ પડી હતી. કેરળના વરસાદ પ્રભાવિત જિલ્લાઓમાં આજે પણ ઓરેન્જ એલર્ટ લાગેલું છે. જો કે NDRF અને અન્ય ટુકડીઓ દ્વારા રાહત કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. ગત રાત્રે પણ અનેક વિસ્તારોમાં અવિરત વરસાદ પડ્યો હતો. પટ્ટનમિટ્ટાના નીચાણવાળા વિસ્તારોમાં આજે પૂરની શક્યતા છે. NRDFની ટીમોને ત્યાં તૈનાત કરવામાં આવી છે.

 

 

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો