Floods in all Rivers of South Gujarat
  • Home
  • Videos
  • Featured Videos
  • જુઓ Video : દક્ષિણ ગુજરાતની નાની-મોટી તમામ નદીઓ બની ગાંડીતૂર

જુઓ Video : દક્ષિણ ગુજરાતની નાની-મોટી તમામ નદીઓ બની ગાંડીતૂર

 | 3:06 pm IST

દક્ષિણ ગુજરાતમાં સવત્ર મેઘ મહેર થઈ રહી છે. તેવી જ રીતે ઉપરવાસમાં થઈ રહેલા સારા વરસાદના કારણે નાની મોટી લગભગ તમામ નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે. તેવી જ રીતે અનેક ડેમ પણ ફુલ થઈ ગયા છે. તાપીનો ડોસવાડા ફેમ ઓવરફ્લો થઈ ગયો છે. જેના પહલે અનેક ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. તો ડાંગ જીલ્લામાં આવેલા ગીરાધોધમાં નવા નીરની આવક થતા ડેમ ઓવરફ્લો થયો છે. તો નદીઓ કાંઠે વહી રહી છે. નદીઓના પાણી નિચાણવાળા વિસ્તારમાં ફરી વળ્યાં છે. નદીના પાણી દુકાનો અને ઘરોમાં ઘુસી જતા લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તેવામાં હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં આગામી દિવસોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે.