ફ્લોરલ પ્રિન્ટ : સાડી, ડ્રેસ, ગાઉન ઇટ્સ એવરગ્રીન - Sandesh
  • Home
  • Supplements
  • Nari
  • ફ્લોરલ પ્રિન્ટ : સાડી, ડ્રેસ, ગાઉન ઇટ્સ એવરગ્રીન

ફ્લોરલ પ્રિન્ટ : સાડી, ડ્રેસ, ગાઉન ઇટ્સ એવરગ્રીન

 | 12:38 am IST

ટ્રેન્ડ : મોના સુતરિયા

બહારો ફૂલ બરસાઓ… મિષ્ટી આ સોંગ જ સાંભળી રહી હતી, ત્યાં જ અચાનક તેની ફ્રેન્ડ જાનવીનો ફોન આવ્યો. જાનવીએ કહ્યું, અરે મિષ્ટી તું શું કરે છે? મિષ્ટીએ કહ્યંુ કંઇ ખાસ નહીં, તુ બોલ કેમ યાદ આવી… જાનવીએ કહ્યું અરે યાર યાદ તો આવે જ છે, પણ કામમાં વ્યસ્ત હોવું છું એટલે રોજ ફોન નથી કરી શક્તી. જોને રક્ષાબંધનને હવે ગણતરીના જ દિવસ બાકી રહ્યાં છે, તો શોપિંગ કરવા જવાનું વિચારી રહી હતી. તેથી તને ફોન કર્યો કે તારી ફેશન સેન્સ સારી છે, તો મને સજેસ્ટ કર અત્યારે કેવા ક્લોથની ખરીદી કરું તો તે ટ્રેન્ડી લાગશે ?

મિષ્ટીએ કહ્યું, અત્યારે હેવી ડ્રેસ કરતાં લાઇટવેઇટ ક્લોથનો ટ્રેન્ડ શરૂ થયો છે. તેમાં પણ ફ્લોરલ ડિઝાઇન અત્યારે ચલણમાં છે. જો રક્ષાબંધન પર સાડી પહેરવી હોય, કે વનપીસ કે પછી પ્લાઝો અને કુર્તી ફ્લોરલ ડિઝાઇન બેસ્ટ ઓપ્શન છે. ફ્લોરલ ડિઝાઇનમાં શોર્ટ સ્કર્ટ અને ફ્લોર ટ્ચ સ્કર્ટ તથા ફ્રોક પણ સુંદર દેખાવ આપશે.

ફ્લોરલ ડિઝાઇનમાં કેવા પ્રકારનું કોમ્બિનેશન કરવું ?

  • ફ્લોરલ ડિઝાઇનમાં સાડી, વનપીસ, ફ્લોરટ્ચ ગાઉન, સ્કર્ટ, ચણિયો અને ક્રોપ ટોપ સુંદર દેખાવ આપે છે.
  • જો સાડી પ્લેન હોય તો તમે ફ્લોરલ ડિઝાઇનનો બ્લાઉઝ અથવા ક્રોપ ટોપ પસંદ કરી શકો છો. તથા જો સાડી ફ્લોરલ ડિઝાઇનની પસંદ કરો તો તેમાં બ્લાઉઝ પ્લેન પસંદ કરો.
  • ફ્લોર ટ્ચ સ્કર્ટમાં તમે ક્રોપ ટોપ અથવા સ્કર્ટ ફ્લોરલ ડિઝાઇનનો પસંદ કરો છો, તો પછી સ્કર્ટ પ્લેન પસંદ કરો. અને જો સ્કર્ટ ફ્લોરલ ડિઝાઇનવાળો પસંદ કરી રહ્યાં છો તો તેની પર પહેરવાનું ટોપ ફ્લોરલ ડિઝાઇનનું પસંદ કરો. ટોપની સ્લીવમાં તમે વિવિધ પ્રકારની સ્ટાઇલ કરાવી શકો છો, જેમ કે, ઓફ શોલ્ડર, હાફ સ્લીવ, કેપ સ્લીવ, શોલ્ડર કટ વગેરે…
  • પ્લેન ગાઉન પસંદ કરો, તેની પર ફ્લોરલ ડિઝાઇન જેકેટ પસંદ કરો, તે જેકેટ તમે હાફ કે ફ્લોર ટ્ચ પણ પસંદ કરી શકો છો.
  • રૂટિનમાં ફ્લોરલ ડિઝાઇનની પ્રિન્ટવાળી ટી-શર્ટ કે શર્ટ તમે કોલેજ કે ઓફિસમાં પહેરી શકો છો.

ફ્લોરલ ડિઝાઇનમાં કેવા રંગ પસંદ કરવા?

ફ્લોરલ ડિઝાઇનમાં ડાર્ક અને લાઇટ બંને કલર સારા લાગે છે, તે તમારી ત્વચાના રંગ પર આધાર રાખે છે, કે તમારી ત્વચાનો રંગ ડાર્ક હોય તો તમે ડાર્ક અને લાઇટ કલર પસંદ કરો, વધારે લાઇટ કલર પસંદ ન કરવા, કારણ કે તેમાં તમારી ત્વચા વધારે ડાર્ક દેખાશે. જેની ફેર સ્કિન હોય તેઓ કોઇપણ રંગ પસંદ કરી શકે છે.

શૂઝ અને સેન્ડલમાં પણ ફ્લોરલ સ્ટાઇલ ડિઝાઇન

કપડાંની સાથે મહિલાઓને ડિઝાઇનર સેન્ડલ શૂઝ પણ પસંદ પડે છે, શૂઝ અને સેન્ડલમાં ડિઝાઇનર અને તેમાં ફ્લોરલ ડિઝાઇન યુનિક લુક આપે છે. તમે ફ્લોરલ ડિઝાઇનના શૂઝ ફોર્મલ ક્લોથ પર પહેરી શકો છો. ફ્લોરલ ડિઝાઇનના ચંપલ અને સેન્ડલ સાડી કે ડ્રેસ તથા અન્ય કોઇ ડ્રેસ પર પણ પહેરી શકો છો.

ફ્લાવર ડિઝાઇન જ્વેલરી

ફ્લાવર ડિઝાઇન જ્વેલરી દેખાવમાં આકર્ષક લાગે છે. ફ્લાવર ડિઝાઇન જ્વેલરી તમે સાડી પર કે કુર્તી પર પહેરી શકો છો. ફ્લાવર સ્ટાઇલ જ્વેલરી તમે ગોલ્ડન, ઓક્સોડાઇઝ અને મોતીમાં પણ સુંદર દેખાવ આપે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન