ફ્લોરિડા: 2.5 મિલિયન ડોલરની લાંચ મામલે મૂળ ગુજરાતી કોન્ટ્રાક્ટર ભાસ્કર પટેલ દોષિત - Sandesh
  • Home
  • NRI
  • ફ્લોરિડા: 2.5 મિલિયન ડોલરની લાંચ મામલે મૂળ ગુજરાતી કોન્ટ્રાક્ટર ભાસ્કર પટેલ દોષિત

ફ્લોરિડા: 2.5 મિલિયન ડોલરની લાંચ મામલે મૂળ ગુજરાતી કોન્ટ્રાક્ટર ભાસ્કર પટેલ દોષિત

 | 8:54 am IST

મૂળ ગુજરાતી કોન્ટ્રાક્ટર ભાસ્કર પટેલને ફ્લોરિડામાં એક કંપની પાસેથી ૨.૫ મિલિયન ડોલર લાંચ લેવાને મામલે દોષિત જાહેર કરાયો છે. તેમનોે અમેરિકન સરકારની નવી ઇમારતમાં એનર્જી સેવિંગ પ્રોજેક્ટનો કોન્ટ્રાક્ટ હતો. ભાસ્કર પટેલ જ્યારે અમેરિકાની કંપની સ્નાઇડર ઇલેક્ટ્રિકમાં સિનિયર પ્રોજેક્ટ મેનેજર હતા ત્યારે તેમણે આ લાંચ લીધી હતી. તેમણે પોતાની સાથે રહેલા પેટા કોન્ટ્રાક્ટરો સાથે સોદો કરીને આ રકમ મેળવી હતી. પેટા કોન્ટ્રાક્ટરોને એનર્જી સેવિંગના પ્રોજેક્ટમાંથી એવોર્ડ મળી રહેશે એમ કહીને પોતાની જાળમાં ફસાવ્યા હતા. કંપનીએ જુદી જુદી એજન્સીઓને તા. ૬ જૂન ૨૦૧૧થી એપ્રિલ ૧૯, ૨૦૧૬ સુધી કોન્ટ્રાક્ટ આપ્યા હતા. ગત સોમવારે ભાસ્કરે લીધેલી લાંચ સાબિત થતાં તેમને દોષિત જાહેર કરવામાં આવ્યા છે.

આ સાથે ફેડરલ કોર્ટે તેમને ૧૦ વર્ષની જેલની સજા ફટકારી છે. જોકે, આ કેસમાં તેમની વધુ સુનાવણી ૭ ડિસેમ્બરનો રોજ થશે. આ મામલે તંત્રએ તેમના સરનામે તપાસ હાથ ધરી હતી. આ ઉપરાંત કંપની પાસેથી પણ નિવેદન લેવામાં આવ્યું હતું. જેના પરથી લાંચ લીધી હોવાનું ખુલ્યું. ફરિયાદીના વકીલે જણાવ્યું હતું કે, આ મામલે અગાઉ એક લીગલ નોટિસ પણ ફટકારવામાં આવી હતી. પરંતુ, ભાસ્કરે એ ધ્યાને લીધી નહીં. તંત્રના આદેશથી ભાસ્કર પાસેથી ૨,૫૩,૬૧૯ ડોલરની રકમ જપ્ત કરી લેવામાં આવી છે. જે લાંચ રૃપે મળી હતી. જ્યારે ૯,૫૦,૦૦૦ ડોલરનો તેને ખર્ચો કરી નાખ્યો હોવાની કબૂલાત કરી હતી.