florida man drags alligator out of school students shouting 7 seconds video viral
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • 7 સેકન્ડનો આ ભયાનક વીડિયો વાયરલ, સ્કૂલમાં મગર જોતા જ બાળકોએ કરી ચીસા-ચીસ

7 સેકન્ડનો આ ભયાનક વીડિયો વાયરલ, સ્કૂલમાં મગર જોતા જ બાળકોએ કરી ચીસા-ચીસ

 | 12:55 pm IST

ફ્લોરિડામાં એક મગરનો વીડિયો વાયરલ થયો જ્યાં એક વ્યક્તિ મગરને (Man Drags Alligator) શાળાની બહાર ખેંચી રહ્યો છે. તેણે મગરની પૂંછડી પકડી લીધી છે અને કોઈ પણ પ્રકારના ભય વગર તેને બહાર કાઢી રહ્યો છે. આવું દ્રશ્ય જોઇને શાળામાં બેઠેલા બાળકો ચીસો પાડવા લાગ્યા…

આ વિડિઓ ટ્વિટર પર ટ્રેન્ડ થઈ રહ્યો છે. ટ્વિટર યુઝર ટોરીએ આ વીડિયો પોસ્ટ કર્યો છે. કેપ્શનમાં એમ પણ લખ્યું કે, ‘જો કોઈને જાણવું હોય કે ફ્લોરિડામાં શું ચાલી રહ્યું છે, તો હું તેને આ વિડિયો બતાવી દઉ છું. જ્યાં એક મગરને મારી શાળાની બહાર ખેંચીને લઇને જવામાં આવી રહ્યો છે. તમને જણાવી દઈએ કે, મગરોનું ફ્લોરિડા આવવું સામાન્ય વાત છે. તમે સોશિયલ મીડિયા પર આવા ઘણા વિડિયો જોયા હશે જ્યાં મગરો ઘરની બહાર બેસે છે અથવા તેઓ ઘરના સ્વિમિંગ પૂલમાં તરી રહ્યા હોય છે.

7 સેકંડના આ વીડિયોમાં, જોઈ શકાય છે કે એક માણસ મગરની પૂંછડીને ખેંચીને સ્કૂલની બહાર લઈ રહ્યો છે. ધ્યાનથી જોશો તો ખબર પડશે કે મગરની આંખ અને પૂંછડી ટેપથી બાંધેલી છે. વિડિયોનો અવાજ વધારીને, તમે સાંભળી શકશો કે સ્કૂલનાં બાળકો ચીસો પાડી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન