Want good luck in festivals thwn decorate house with flowers and plants
  • Home
  • Astrology
  • ફૂલ છોડ લાવે છે સૌભાગ્યને તહેવારોમાં ઘરને સજાવો તેનાથી

ફૂલ છોડ લાવે છે સૌભાગ્યને તહેવારોમાં ઘરને સજાવો તેનાથી

 | 9:45 pm IST

વાસ્તુ શાસ્ત્રની જેમ ફેંગશુઈમાં પણ ઘરમાં કયા છોડ વાવવા અને કયા નહીં તે માટેના નિયમોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ઘરમાં જો ફુલ-છોડ રાખી અને બગીચો તૈયાર કર્યો હોય તો તેના માટે કઈ કઈ વાતોનું ધ્યાન રાખવું તે અવશ્ય જાણી લો કારણ કે ઘરમાં રાખેલા છોડ સૌભાગ્ય લાવી પણ શકે છે અને ભાગ્યને બગાડી પણ શકે છે. ફેંગશૂઈ મુજબ 5 એવા નિયમો છે જેનું ધ્યાન ન રાખવામાં આવે તો તે નુકસાનનું કારણ બની શકે છે. તો જાણી લો કઈ કઈ છે આ મહત્વની ટીપ્સ.

– નારંગી અને લીંબૂનો છોડ સૌભાગ્ય અને સંપન્નતાનું પ્રતીક માનવામાં આવે છે. ઘર કે બગીચાના દક્ષિણ-પૂર્વ ખૂણામાં આ છોડ રાખવા જોઈએ.
– બગીચામાં વાવેલા છોડમાંથી સમયાંતરે સુકાયેલા પાંદડા અને ફુલ દૂર કરતાં રહેવું.
– બગીચાની દક્ષિણ-પશ્ચિમ દિશામાં લીલા છોડ રાખવાથી દીકરા-દીકરીના લગ્નમાં વિધ્ન ઊભા થઈ શકે છે. આ દિશામાં રાખેલા છોડથી પતિ-પત્નીમાં ઝઘડો પણ થયા કરે છે.
– દક્ષિણ દિશા તરફ એવા છોડ ન રાખવા કે જેમાં ફુલ ન આવતાં હોય.
– બગીચામાં ધાતુના બનેલા સ્ટેન્ડ કે અન્ય વસ્તુઓનો ઉપયોગ કરવાનો કરવાનો હોય તો તેને પૂર્વ દિશામાં ન રાખવી.