ઘરની ઉત્તર દિશામાં રાખો લાફીંગ બુદ્ધા, આર્થિક સ્થિતી ઝડપથી સુધરશે

આજના સમયમાં દરેક માણસ સુખ અને શાંતિ બંને મેળવવા દિવસ-રાત મહેનત કરે છે. તેમ છતાં કંઈક ભુલ થતી હોવાથી જીવનમાં યા તો સુખની ખામી રહે છે અને જો તમામ પ્રકારના સુખ મળતાં હોય તો મનમાં શાંતિનો અભાવ હોય છે. આ અસંતોષનું કારણ વાસ્તુદોષ હોય શકે છે. જ્યારે વાસ્તુ અંગે યોગ્ય જાણકારીનો અભાવ હોય છે ત્યારે માણસ એક પછી એક સમસ્યામાં ફસાતો રહે છે પણ તેને યોગ્ય દિશા મળતી નથી.
જો તમારા જીવનમાં પણ આવી જ અણધારી સમસ્યાઓ આવી જતી હોય તો તેનું નિરાકરણ ફેંગશુઈની આ ટિપ્સ લાવી શકે છે. આ ટીપ્સના કારણે ઘરમાંથી માંદગી, ક્લેશ, આર્થિક સંકડામણ જેવી સમસ્યાઓ દુર થઈ જાય છે.
– ઘરની પૂર્વ દિશામાં લાફીંગ બુદ્ધા રાખવો. જો કોઈના તરફથી આ બુદ્ધા તમને ભેટમાં મળ્યો હોય તો તે ઉત્તમ ફળ આપે છે.
– ફેંગશુઈ અનુસાર જો ઘરમાં બીમારીએ ઘર કરી લીધું હોય તો તેનો રામબાણ ઈલાજ છે કાચબો. જો તમારા ઘરમાં કાચબાની ઉપસ્થિતિ હશે તો તમારાથી બીમારી અને શત્રુઓ દુર જ રહેશે.
– ધંધા-રોજગારમાં વધારો કરવાની ઈચ્છા હોય તો ધાતુના કાચબાને પાણી ભરેલા વાસણમાં રાખી ઓફિસની ઉત્તર દિશામાં મુકવો.
– કાચબો લાંબા આયુષ્યનું પ્રતિક પણ ગણાય છે. જે ઘરમાં કાચબો હોય છે ત્યાં અપમૃત્યુનો ભય રહેતો નથી.
– સુખી દાંપત્યજીવન માટે બેડરૂમમાં પણ કાચબો રાખી શકાય છે પરંતુ તેને પાણી વિના રાખવો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન