follow-regularly-these-simple-tips-weight-loss-guarantee-in-a-week
  • Home
  • Featured
  • નિયમિત ફોલો કરો આ સરળ ટિપ્સ એક અઠવાડિયામાં 5 કિલો વજન ગેરંટીથી ઉતરી જશે

નિયમિત ફોલો કરો આ સરળ ટિપ્સ એક અઠવાડિયામાં 5 કિલો વજન ગેરંટીથી ઉતરી જશે

 | 9:59 am IST

આપણા શરીરમાં જ્યારે કારણ વગરની ચરબી જામવા લાગે તો દેખાવ ખુબજ ખરાબ લાગે પણ સાથે સાથે તેનાથી શરીરને ખુબજ નુકસાન પણ થાય છે. ખાસ કરીને બેઠાડુ જીવન, પરિશ્રમની કમી અને હલન-ચલન ઓછુ કરવાથી આવું થાય છે. શું તમે સાચે જ ઝડપથી વજન ઓછું કરવા માંગો છો? જો હા, તો તમે આ કસરત કરીને તમારુ વજન સરળતાથી ઓછો કરી શકો છો. તો જાણી લો તમે પણ આ અવનવી કસરત વિશે…

દોડવાની અસર
દરેક વ્યક્તિનું શરીર અલગ-અલગ પ્રકારનું હોય છે. તમને જણાવી દઇએ કે, દોડવાથી તમે તમારી કેલરીને સરળતાથી ઓછી કરી શકો છો. દોડવાથી દરેક મિનીટે 10 કેલરી ઓછી થાય છે. નિસંકોચ પણે દોડવાથી તણાવ ઓછો થાય છે અને વજન પણ ઓછુ થાય છે પરંતુ આજે અમે તમને જે વ્યાયામ બતાવી રહ્યા છીએ તેનાથી ઝડપથી વજન ઘટાડવામાં મદદ કરશે.

કેટલબેલ સ્વિંગ્સ
20 મિનીટ આ કાર્ડિયો એક્સરસાઈઝ કરવાથી તમે દરેક મિનિટે 20.2 કેલરી ઓછી કરી શકો છો. આ સાથે જ તમારા મસલ્સની સ્ટ્રેન્થ પણ વધે છે.

બેટલ રોપ્સ
પોતાના વજનથી ત્રણ ગણા વજનના બે દોરડાં લો અને તેણે એક છેડાથી બાંધી દો. બીજા છેડાથી તમે પોતાના હાથોથી પકડો અને તેને જોર-જોરથી ઉઠાવીને નીચે પછાડો. તેનાથી બહુજ ઝડપી તમારા મસલ્સ સ્ટ્રોંગ બનશે અને તમારી કેલરી પણ બર્ન થશે.

ડાન્સ
આ એક એવી એક્સરસાઈઝ છે જેને તમે ઘણી રીતે એન્જોય કરી શકો છો. આ કસરત વજન ઓછુ કરવાની સાથે-સાથે તણાવ પણ દૂર કરે છે. તમને જણાવી દઇએ કે, એક કલાક ડાન્સ કરવાથી 443 કેલરી તમે બર્ન કરી શકો છો.

જમ્પિંગ રોપ
પોતાની રોજની દિનચર્યામાં દોરડાકૂદને જરૂરથી સામેલ કરવું જોઈએ. દિવસમાં ત્રણ વખત 50-50 વખત સ્કીપ્સ કરવું જોઈએ. આ એક્સરસાઈઝ કરવાથી 1 મિનિટમાં 5 કેલરી બર્ન કરી શકો છો.

પુશઅપ્સ
આ એક્સરસાઈઝને તમે આરામથી ઘરે કરી શકો છો. એક પુશઅપ્સ પર તમે 1.5 કેલરી ઓછી કરી શકો છો એટલે કે કલાકમાં 10 પુશઅપ્સ કરો.

સીડીઓ ચઢો
આનાથી શ્રેષ્ઠ એક્સરસાઈઝ બીજી કોઇ જ નથી. આ કસરતમાં માત્ર તમારે તમારા ઘરની સીડીઓ ચઢવાની-ઉતરવાની છે. એક કલાકમાં તમે 415 કેલરી બાળી શકો છો.

આ વીડિયો જુઓ: ઔષધીય ગુણોથી ભરપૂર છે કાળામરી, દૂર કરે છે આ બીમારીઓ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન