Beauty Follow this 3 beauty Tips For Younger Skin
  • Home
  • Fashion & Beauty
  • કાયમ માટે જવાન દેખાવવા માંગો છો તો ખાસ ફોલો કરો આ બ્યુટી ટિપ્સ

કાયમ માટે જવાન દેખાવવા માંગો છો તો ખાસ ફોલો કરો આ બ્યુટી ટિપ્સ

 | 10:12 am IST

આ દિવસોમાં ખરાબ દિનચર્યા કે અન્ય કેટલાક કારણોસર યુવકો અને યુવતીઓ ઓછી ઉંમરમાં ત્વચાને લગતી કેટલીક સમસ્યાથી પીડાય રહ્યા છે. કેટલાક યુવા ઓછી ઉંમરમાં વધારે ઉંમરના દેખાવવા લાગે છે. એવામાં અમે તમને કેટલાક ફેસ પેક અંગે જણાવવા જઇ રહ્યા છીએ જે તમારી ત્વચા અને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. આવો જોઇએ એવી 3 ટિપ્સ જે તમને જવાન બનાવવામાં મદદ કરશે.

દહીં અને મધનો ફેસપેક

એક બાઉલમાં બે ચમચી દહીં અને અડધી ચમચી મધ મિક્સ કરો. તે સિવાય તમે તેમા લીંબુનો રસ પણ ઉમેરી શકો છો. હવે આ મિશ્રણેન બરાબર મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરી લો. જો તમારા ઘરમાં વિટામિન ઇની કેપ્સૂલ હોય તો તેને પણ પેસ્ટમાં મિક્સ કરી શકો છો. આ ફેસપેકને 15 મિનિટ સુધી ચહેરા પર લગાવી રાખ્યા બાદ સાદા પાણીથી ધોઇ લો.

ઇંડાનો ફેસપેક

જો તમે ઇંડા કે તેની સ્મેલથી કોઇ સમસ્યા ન હોય તો તે ઇંડાની અંદરનો સફેદ ભાગ નીકાળીને તેને બરાબર ફેટી લો અને તેને તમારા ચહેરા પર લગાવી લો તેનાથી તમારી ત્વચા સ્વસ્થ અને નરમ રહેશે.

નારિયેળ તેલથી કરો મસાજ

રોજ રાતે સૂતા પહેલા તમારા ચહેરા, ગળા તેમજ અન્ય કરચલીઓ વાળા ભાગ પર નારિયેળ તેલથી મસાજ કરો. આવું નિયમિત રીતે કરવાથી તમારી કરચલીની સમસ્યા ધીમે-ધીમે ઓછી થવા લાગશે.