follow these cooking tips for make sabzi more tasty And Healthy
  • Home
  • Featured
  • દહીંની ગ્રેવી વાળુ શાક બનાવો છો તો પહેલા રાખો આ વાતનું ધ્યાન, સ્વાદ થઇ જશે બમણો

દહીંની ગ્રેવી વાળુ શાક બનાવો છો તો પહેલા રાખો આ વાતનું ધ્યાન, સ્વાદ થઇ જશે બમણો

 | 3:55 pm IST

ઘણી વખત સખત મહેનત કર્યા પછી પણ શાકભાજીનો સ્વાદ સારો લાગતો નથી, આ સ્થિતિમાં, કેટલીક વસ્તુઓ બનાવતા પહેલા તમારે ખાસ ધ્યાન આપવાની જરૂર છે. તો ચાલો આજે અમે તમને રસોઈની કેટલીક ટિપ્સ જણાવીએ, જેને અપનાવીને તમે તમારા શાકના દેખાવ અને સ્વાદમાં પણ ટેસ્ટી લાગશે.

1. જો તમને પણ શાક બનાવતી વખતે સારો કલર ન દેખાય તો તેમાં 2 ચમચી દૂધ નાખીને બનાવવું. આ સિવાય ઉકાળતા સમયે શાકમાં મીઠું નાખો. જેથી શાકનો સ્વાદ બમણો થશે અને કલર પણ સારો દેખાશે.

2. જો તમે સ્ટફ્ડ શાકભાજી બનાવી રહ્યા છો, તો તેના મસાલા તૈયાર કરતી વખતે તેમાં 1-2 ચમચી મગફળીનો પાઉડર મિક્સ કરો. આનાથી શાકનો સ્વાદ પણ વધશે.

3 જો તમારા શાકમાં પનીર નરમ નથી, તો તેને શેકી લો, પછી તેને5-10 મિનિટ સુધી નવશેકા પાણીમાં રાખો. તે પછી તમારી શાકની ગ્રેવીમાં પનીરને પાણીમાં નીચવીને ઉમેરો.

4 જો તમે શાકભાજીમાં દહીંની ગ્રેવી ઉમેરીને ખાવાનું પસંદ કરો છો, તો તેને બનાવવા માટે, મીઠું ઉકળ્યા પછી જ મિક્સ કરો. જેથી દહીં ફાટી ગયા વગર શાકમાં બરાબર મિક્સ થઇ જશે. સાથે જ તેનો સ્વાદ સારો આવશે.

5 જો તમે આખી રાત ચણા પલાળ્યા નથી તો એવામાં તમે જલદી બાફવા માટે કુકરમાં ચણાની સાથે થોડૂંક કાચુ પપૈયું સમારીને ઉમેરી શકો છો. જો ચણા બફાઇ જાય તો તેમા પપૈયાને મિક્સ કરી દો, તેનાથી ચણાની પેસ્ટ ઘટ્ટ અને ટેસ્ટી બનશે.

6. ઘણીવાર શાકભાજીમાં વધારે મીઠું પડવાની સમસ્યાનો પણ સામનો કરવો પડે છે. આ સ્થિતિમાં, લોટમાંથી નાની ગોળીઓ તૈયાર કરો અને શાકમાં ઉમેરી લો અને તેમા ઉભરો આવવાની રાહ જુઓ। બાદમાં તેને શાકમાંથી નીકાળી લો. તે સિવાય બ્રેડના ટૂકડા અને બાફેલા બટેટા ઉમેરવાથી પણ આ સમસ્યાથી રાહત મળે છે.

આ પણ જુઓ : શરીરની રોગપ્રતિકારક શક્તિ અને સ્વાસ્થ્યને સુધારે તેવા 5 સુપર ફુડ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન