Follow these tips for GrihPravesh and your happiness will stay forever
  • Home
  • Astrology
  • નવા ઘરમાં આ રીતે કરશો પ્રવેશ તો ક્યારેય ઓછી નહીં થાય તમારી ખુશીઓ

નવા ઘરમાં આ રીતે કરશો પ્રવેશ તો ક્યારેય ઓછી નહીં થાય તમારી ખુશીઓ

 | 4:06 pm IST

જ્યારે પણ આપણે નવા ઘરમાં પ્રવેશ કરીએ છીએ તો આપણી ખુશીનું ઠેકાણું રહેતું નથી. નવા ઘરમાં રહેવાનો મતલબ દરેક વસ્તુની એક નવી શરૂઆત કરવી. નવા ઘરમાં પ્રવેશ કરતા દરમિયાન આપણે ખૂબ ઉત્સાહિત રહીએ છીએ. અને આ ઉત્સાહમાં એવી ભૂલો કરી બેસીએ છીએ જેનાથી આપણને બાદમાં ભારે નુકસાનનો સામનો કરવો પડે છે. આજે અમે તમને કેટલીક એવી વાતો જણાવવા જઇ રહ્યા છીએ જેને તમે નવા ઘરમાં પ્રવેશ કરતા સમયે ધ્યાન રાખો.

સૌથી પહેલા ગૃહ પ્રવેશ માટે દિવસ, તિથિ, વાર અને નક્ષત્રનુ ધ્યાન રાખો અને તે બાદ નવા ઘરમાં પ્રવેશ કરો. ગૃહ પ્રવેશ માટે સૌથી જરૂરી હોય છે શુભ મૂહર્ત. જેથી તમે શુભ મૂહુર્ત માટે કોઇ વિદ્વાન બ્રાહ્મણની સહાયતા લો. તે સિવાય નવા ઘરમાં પ્રવેશનો સમય માધ, ફાલ્ગુન, વૈશાખ, જયેષ્ઠ માહને સૌથી શુભ મહીનો માનવામાં આવે છે. જ્યારે અષાઢ, શ્રાવણ, ભાદ્રપદ, અશ્વિન, પૌષ ગૃહ પ્રવેશ માટે યોગ્ય બતાવવામાં આવ્યા નથી.

માનવામાં આવે છે મંગળવાર, રવિવાર અને શનિવારના દિવસે પણ ગૃહ પ્રવેશ ન કરવો જોઇએ. બાકીના દિવસોમાં તમે ગૃહ પ્રવેશ કરી શકો છો. તે સિવાય અમાસ તેમજ પૂનમને છોડીને શુક્લપક્ષ 2,3,5,7,10,11,12 અને 13 તિથીઓ પ્રવેશ માટે ખૂબ શુભ માનવામાં આવે છે.

જ્યારે તમે ગૃહ પ્રવેશ માટે પૂજા કરાવો તો કળશ, નારિયેળ, શુદ્ધ જળ, કુમકુમ, ચોખા, અબીલ, ગુલાલ, અગરબત્તી, પાંચ શુભ માંગલિક વસ્તુઓ, કેરી કે અશોકના પાન, પીળી હળદર, ગોળ, ચોખા, દૂધ હોવું ખૂબ જરૂરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન