Astrology, spiritual follow these vaastu tips for money
  • Home
  • Astrology
  • શું તમારે બનવું છે ધનવાન?, તો વાસ્તુના આ મંત્રોને કાયમી યાદ કરી લો

શું તમારે બનવું છે ધનવાન?, તો વાસ્તુના આ મંત્રોને કાયમી યાદ કરી લો

 | 1:55 pm IST

આપણી સાથે ક્યારેક એવુ બને છે કે સખત મહેનત કરવા છતા આપણને સફળતા મળતી નથી. આવુ થતા આપણને નિષ્ફળતાઓ ઘેરી વળે છે. આપણે આપણી કિસ્મતને દોષ આપતા થઈ જઈએ છીએ. જો કે આપણે ઘણીવખત એવી ભૂલો કરીએ છીએ જેનાથી આપણું સૌભાગ્ય દુર્ભાગ્યમાં બદલાઈ જાય છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ધન સંબંધી સમસ્યાઓમું કારણ આપણા ઘરમાં જ રહેવુ હોય છે. આથી વાસ્તુના કેટલાક ખાસ મંત્રને ધ્યાનમાં રાખવાથી આપણે ધન, સુખ, સમૃદ્ધિ અને સૌભાગ્ય પ્રાપ્ત કરી શકીશુ.

મુખ્ય દ્વારે કરો આ કાર્ય

સાંજના સમયે ઘરના મુખ્ય દ્વાર પર સરસોના તેલનો દીપક પ્રજ્વલિત કરો. દીપકમાં કેટલાક આખા ચોખા રાખો. ઘરના મુખ્ય દ્વાર સહિત કોઈ પણ કમરાના દરવાજા પાસે બુટ-ચપ્પલ ન રાખો. સવારે ઉઠીને એક શુદ્ધ લોટો ભગવાન સૂર્યને અર્ઘ્ય સ્વરૂપે આપી મુખ્ય દરવાજે નમસ્કાર કરવાથી તેમજ ઉંબરાની પૂજા કરવાથી ધન-દૌલતમાં વૃદ્ધિ થાય છે.

આ વસ્તુઓનું હોવુ જોઈએ વિશેષ સ્થાન

ઘરમાં હંમેશા આપણે બુટ-ચપ્પલને અહીં તહી ફેકતા હોઈએ છીએ વાસ્તુ અનુસાર જુતા ચપ્પલને એક સાથે જોડી બનાવીને રાખવાથી ફાયદો થાય છે. સાથે સાથે એ વાતની કાળજી રાખો કે બુટ કે ચપ્પલ ઉલટા ન હોય. ઘરમાં સાવરણી, પોતુ ખુલી જગ્યાએ રાખવુ જોઈએ નહી. એને ક્યાક એવી જગ્યાએ રાખો જ્યાં કોઈની નજર ન પડે.

સૂર્યાસ્ત સમયે રાખો આ વાતનું ખાસ ધ્યાન

સાંજના સમયે કપુર સળગાવી ઘરમાં તમામ રૂમમાં ફેરવવુ જોઈએ. વાસ્તુ વિજ્ઞાન અનુસાર કપૂર નકારાત્મક ઉર્જાને ઘરમાં ટકવા નથી દેતુ. ઘરમાં સકારાત્મક ઉર્જાની વૃદ્ધિ માટે નિયમિત કપુરની આરતી કરવી જોઈએ. સૂર્યાસ્તના સમયે ઘરમાં કોઈને ભોજન કરવુ જોઈએ નહી. ભોજન સૂર્યાસ્ત પહેલા કરી લેવું જોઈએ. જો આવુ કરવુ મુશ્કેલ હોય તો સૂર્યાસ્ત પછી ભોજન લેવુ જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન