અપનાવો આ ઘરગથ્થુ ઉપાયો, અને 10 જ દિવસમાં ખીલને કરી દો છૂ - Sandesh
NIFTY 10,545.50 +44.60  |  SENSEX 34,297.47 +141.52  |  USD 63.9100 -0.18
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Fashion & Beauty
  • અપનાવો આ ઘરગથ્થુ ઉપાયો, અને 10 જ દિવસમાં ખીલને કરી દો છૂ

અપનાવો આ ઘરગથ્થુ ઉપાયો, અને 10 જ દિવસમાં ખીલને કરી દો છૂ

 | 2:44 pm IST

સુંદરતા ઘટાડવામાં ખીલ સૌથી મોટો ભાગ ભજવે છે. ખીલ થવાથી તમારી સુંદરતા છીનવાઈ જાય છે. સામાન્ય રીતે બજારમાં મળતાં ઘણાં ઉત્પાદનો ખીલ મટાડવાનો દાવો કરે છે પરંતુ ઘરની વસ્તુઓથી જો ખીલ મટતાં હોય તો કેમિક્લયુક્ત દવાઓ કેમ લગાવવી. તો આજે જાણી લો તમે પણ એવા ઘરઘગથ્થુ ઉપાયો જે તમારા ચહેરા પરના ખીલને કરી દેશે દૂર…

1. લીંબુ
એક ચમચી લીંબુના રસમાં થોડું મીંઠુ અને મધ ભેળવીને ખીલ થયા હોય ત્યાં લગાવો. થોડા સમય પછી તેને નવસેકા પાણીથી ધોઈ લો.
2. ટામેટા
એક વાટકીમાં બે ચમચી ટામેટાનો રસ લો અને તેમાં એક ચમચી હળદર અને અડધી ચમચી બેકિંગ સોડા નાખી મિક્સ કરીને પેસ્ટ બનાવો. આ પેસ્ટને તમે ખીલ થયાં હોય ત્યાં લગાવો. આ લગાવ્યાં બાદ 10 મિનિટ પછી કાચા દૂધથી તેને ધોઈ લો.
3. હળદર
હળદરને દૂઘ અને ગુલાબજળમાં ભેળવીને તેની પેસ્ટ બનાવો, ત્યારબાદ જ્યાં ખીલ થયા છે ત્યાં લગાવો. 10થી 15 દિવસ આ પ્રોસેસ કરવાથી ચહેરા પરના ખીલ દૂર થઇ જશે.
4. મધ
ખીલની સમસ્યાથી છૂટકારો મેળવવા માટે મધ પણ બહુ જ ફાયદાકારક હોય છે. મધને ખીલ પર લગાવીને થોડા સમય માટે રહેવા દો પછી તેને દૂધથી ચહેરાની મસાજ કરો આનાથી થોડા જ દિવસોમાં ખીલ ભાગી જશે.