અપનાવો આ ઘરગથ્થુ ઉપાયો, અને ગેસની તકલીફમાંથી મેળવો રાહત - Sandesh
1.6M
1M
1.7M
APPS
 • Home
 • Health & Fitness
 • અપનાવો આ ઘરગથ્થુ ઉપાયો, અને ગેસની તકલીફમાંથી મેળવો રાહત

અપનાવો આ ઘરગથ્થુ ઉપાયો, અને ગેસની તકલીફમાંથી મેળવો રાહત

 | 5:22 pm IST
 • Share

ખાણી-પીણીને કારણે અનેક લોકોને ગેસની તકલીફો થતી હોય છે. જો કે આ તકલીફ વ્યક્તિને હેરાન-પરેશાન કરી દેતી હોય છે. આમ, જો તમે પણ આ સમસ્યામાંથી હંમેશ માટે છૂટકારો મેળવવા ઇચ્છતા હોવ તો આ ઘરગથ્થુ ઉપાયો તમને ખૂબ જ કામમાં લાગશે.

 • કાળી મરી અને મીઠાંને પીસીને તેને નવશેકા પાણીની સાથે લેવાથી તરત જ ગેસની તકલીફમાંથી રાહત મળે છે.
 • એક ગ્લાસ નવશેકા પાણીમાં અડધું લીંબુ, થોડું સંચળ, શેકેલું જીરૂ અને થોડી હીંગ ભેળવીને લેવાથી ગેસની તકલીફમાં તાત્કાલિક રાહત મળે છે.
 • મગ, હીંગ, સુંઠ, ગોળ વગેરે પાચનમાં અત્યંત મદદરૂપ નીવડે છે જેનાં સેવનથી આ બીમારી જડમૂળથી દૂર થાય છે.
 • ભોજન લીધા બાદ માત્ર 5 મિનિટ વજ્રસનમાં બેસવાથી આ સમસ્યામાંથી રાહત મળે છે.
 • જો તમને ગેસની તકલીફ વધુ પ્રમાણમાં છે તો ડાબા પડખે સુવાનો આગ્રહ રાખો.
 • જીરૂ પાવડર સાથે થોડી હિંગ ભેળવી લેવાથી પેટમાં થયેલ વાયુનો ભરાવો દૂર થાય છે.
 • ગરમ પાણીમાં લીંબુનો રસ મિક્ષ કરીને પીવો જોઇએ. મોટાભાગના રોગનું મૂળ ગેસ જ છે.
 • કોકમ, એલચી અને સાકરની ચટણી બનાવી ખાવાથી પિત્ત મટે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન