આ 10 કિચન ટિપ્સ તમને બનાવશે 'કિચન ક્વિન' - Sandesh
  • Home
  • Lifestyle
  • આ 10 કિચન ટિપ્સ તમને બનાવશે ‘કિચન ક્વિન’

આ 10 કિચન ટિપ્સ તમને બનાવશે ‘કિચન ક્વિન’

 | 4:36 pm IST

જો તમે તમારી રસોઇને સ્વાદિષ્ટ બનાવવા ઇચ્છો છો તો તમે રોજ કરતાં આ અલગ એવા થોડા પ્રયોગ કરીને તેમાં સ્વાદ વધારી શકો છો. આ સાથે જ જો તમે આ નાની વાતોને ઉપયોગમાં લો છો તો તમે રસોડામાં હાઇજિનનું ધ્યાન પણ સારી રીતે રાખી શકો છો. તો ફટાફટ થઇ જાવ તૈયાર અને અપનાવો આ નાની અને ઉપયોગી રસોઇની કુકિંગ ટિપ્સ….

1. આલુ પરાંઠા બનાવતી વખતે બટાકાને મિકક્ષરમાં થોડી કસૂરી મેથી નાખીને અધકચરા ક્રશ કરી લો. અને પછી તેમાં મસાલો કરો. જો તમે આ પ્રોસેસથી આલુ પરોઠા બનાવશો તો તેનો સ્વાદ ડબલ થઇ જશે.
2. મરચાના ડબ્બામાં થોડી હીંગ નાખી દો એનાથી મરચા વધારે સમય સુધી સુરક્ષિત રહેશે.
3. લસણને હળવું ગરમ કર્યા પછી લસણને છોલવામાં સરળતા થાય છે.
4. ચોખામાં એક ચમચી તેલ અને થોડા ટીંપા લીંબૂનો રસ મિક્સ કરવાથી રાંધ્યા પછી એ મસ્ત ફુલેલા બને છે.
5. દાળ રાંધતા સમયે તેમાં એક ચપટી હળદર અને બદામ તેલના ટીંપા નાખવાથી દાળ જલ્દી ચઢી જાય છે અને સ્વાદ પણ સારો લાગે છે.
6. ઇડલીને મુલાયમ બનાવવા ચોખા પલાળતી વખતે આઠથી દસ દાણા મેથીના નાખવા.
7. બિસ્કિટ, સુકા નાસ્તા વગેરેના પેકેટને બંધ ડબામાં રાખવા અને ડબા કિચન કેબિનેટમાં રાખવા. જેથી ઝીણા વંદા કે જીવડાં તેના પર ફરે નહીં.
8. ઘીમાં થોડીક ખાંડ ભેળવી દેવાથી લાંબા સમય સુધી ઘીનો રંગ અને સ્વાદ એવો ને એવો જળવાઈ રહેશે.
9. કેળાંની વેફર ફટકડીના પાણીમાં પલાળીને તળવાથી સફેદ અને પોચી બનશે.
10. કેળાને તાજા રાખવા એને એક ભીના કપડામાં બાંધી પ્લાસ્ટિકની થેલીમાં રાખો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન