શું તમને ઓફિસમાં ઊંઘ આવે છે? તો ફોલો કરો આ ટિપ્સ

356

ઓફિસમાં બપોરનું ભોજન લીધા પછી મોટાભાગના લોકોને ઊંઘ આવતી હોય છે. જો કે આ ઊંઘ આવવા પાછળ અનેક કારણો જવાબદાર હોય છે. જેમ કે હેવી લંચ, રાતના ઓછી ઊંઘ, વધુ પડતો થાક અને ડાયાબિટીસના દર્દી હોવું. આમ, જો તમે પણ આ સમસ્યાથી હેરાન-પરેશાન થઇ ગયા છો તો ફોલો કરો આ ટિપ્સ…

ચ્યુઇંગમ ચાઓ
તમને જ્યારે ઓફિસમાં ઊંઘ આવે ત્યારે તમે ચ્યુઇંગમ ચાઓ.ચ્યુઇંગમ ચાવવાથી તરત જ ઊંઘ ઉડી જાય છે અને તમે એકદમ ફ્રેશ થઇ જાઓ છો.

કંઇક અલગ કરો
એક પ્રકારે કામ કરતાં કરતાં બોર થઇ જવાય છે, એવામાં ઊંઘ આવવી સ્વાભાવિક છે. જો કે એક સંશોધન પ્રમાણે રિપોર્ટમાં આ વાત સામે આવી હતી કે, જો વ્યક્તિ રૂટિન કરતા કંઇક અલગ કામ કરે અથવા પોતાના કામ કરવાની રીતમાં પરિવર્તન લાવે તો તેની ઊંઘ ભાગી જાય છે.

થોડો સમય આંટા મારો
ઊંઘ આવતી હોય તો ઓફિસમાં કમ્પ્યુટર સામે બેસી રહેવાને બદલે, બહાર નીકળી જાઓ અને થોડા સમય માટે આંટા મારો. કારણકે ખુરશીમાં ટેકો દઈને બેસી રહેવાથી તમને ઊંઘ આવવા લાગે છે માટે તમે થોડી વાર ઊભા થઇને આંટા મારો.