હાઇ બ્લડપ્રેશરને કંટ્રોલમાં કરવા રોજ કરો ‘આ’ સરળ કામ – Sandesh
NIFTY 10,360.40 -18.00  |  SENSEX 33,703.59 +-71.07  |  USD 64.7900 +0.58
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Health & Fitness
  • હાઇ બ્લડપ્રેશરને કંટ્રોલમાં કરવા રોજ કરો ‘આ’ સરળ કામ

હાઇ બ્લડપ્રેશરને કંટ્રોલમાં કરવા રોજ કરો ‘આ’ સરળ કામ

 | 5:34 pm IST

એક નવા સંશોધનમાં દાવો કરવામાં આવ્યો છે કે, વ્યક્તિમાં રહેલું ડિપ્રેશન ઘટાડવામાં અને હાઇ બ્લડપ્રેશરને નોર્મલ કરવામાં અથવા તો નીચે લઇ જવામાં બપોર પછીની બહુ જ ટૂંકાગાળાની ઊંઘ લાભદાયક સાબિત થઇ શકે છે. આ સંશોધનમાં આશરે 386 એવા લોકોને આવરી લેવામાં આવ્યા હતા કે જેઓ હાયપર ટેન્શનના દર્દી હોય. ખાસ કરીને જેઓને બીપીની તકલીફ હોય તેઓએ બપોર બાદ બહુ જ ટૂંકાગાળા માટે એક ઊંઘ લેવી ફાયદાકારક સાબિત થઇ શકે છે.

જ્યારે આ સંશોધનમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે, માત્ર બપોર પછીની ઊંઘ જ નહીં પણ રાત્રિ દરમિયાન લેવાતી ઊંઘનું પ્રમાણ પણ જો વધી જાય તો તેનાથી પણ બીપીના દર્દીઓને ફાયદો થઇ શકે છે. એટલે કે લાંબા સમય સુધીની ઊંઘ બીપીના દર્દીઓને લાભદાયક સાબિત થાય છે. આનાથી ફાયદો એ થાય છે કે બ્લડપ્રેશર નોર્મલ થઇ જાય છે જેથી હૃદયને થતી આડઅસર થંભી જાય છે.

ઉલ્લેખનીય છે કે, જે લોકો ઓબેસિટીનો શિકાર છે તેમના માટે બપોરની ઉંઘ લેવી ચિંતાજનક પણ સાબીત થઇ શકે છે, કારણકે તેમનામાં ચરબીનું પ્રમાણ બપોરની ઉંઘથી વધી શકે છે તેમ એક સંશોધનમાં જણાવવામાં આવ્યું છે. ખાસ કરીને વધુ વયના લોકો માટે બપોરની ઉંઘ ફાયદાકારક છે.