NIFTY 10,085.40 -1.20  |  SENSEX 32,272.61 +30.68  |  USD 64.0725 -0.04
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Fashion & Beauty
  • ફોલો કરો આ ટિપ્સ, અને સ્ટ્રેટ હેરને કરો કર્લ

ફોલો કરો આ ટિપ્સ, અને સ્ટ્રેટ હેરને કરો કર્લ

 | 5:07 pm IST

અનેક લોકો સ્ટ્રેઇટ વાળને કર્લી કરવા ઇચ્છતા હોય છે. આમ, જો તમે પણ આમાંના એક છો તો તમારા ઘરમાં જ આ વાતનું સોલ્યુલશન ઓછા રૂપિયામાં તમે કરી શકો છો. તો જાણી લો તમે પણ આ સરળ સ્ટેપ્સ વિશે જે ફોલો કરીને તમે મેળવી શકશો કર્લી હેર….

  • વાળ પર હીટ પ્રોટેક્શન સ્પ્રે લગાવો. વાળ પર યોગ્ય રીતે લગાવીને ફરીથી કોમ્બ કરો.
  • તમારાં આગળના ફ્રિન્જિજને બાંધી લો અને હવે બાકીના વાળને ડાબી અને જમણી બાજુ બે ભાગમાં વહેંચી લો.
  • હવે વાળનો એક નાનો ભાગ લો અને જેવી રીતે તમે કર્લ ઇચ્છો છો તેવી રીતે તેના ઉપર સ્ટ્રેટનરથી બહાર અને અંદરની તરફ ટ્વિસ્ટ કરી લો. ત્યારબાદ ધીરે ધીરે તેને નીચેની તરફ લાવો. આ જ સ્ટેપને વાળના અન્ય લેયરની સાથે ફોલો કરો. પરફેક્ટ કર્લ મેળવવા માટે ઘણીવાર વાળને ફરીથી કર્લ પણ કરવા પડે છે.
  • હવે આગળના વાળના એવા હિસ્સા જેને તમે બાંધીને રાખ્યા હતા, તે ખોલી નાખો. વાળનો આ ભાગ જણાવશે કે તમારાં વાળ ચહેરા પર કેવી રીતે આવીને પડશે. તમે તમારાં ફ્રિન્જિસને ડાબી અથવા જમણી તરફ રાખો, પરંતુ એવી રીતે કર્લ કરો કે સ્ટ્રેટનર તમારા ચહેરાથી દૂર રહે.
  • હવે તેના ઉપર હેર સ્પ્રે લગાવો જેથી કર્લ આખો દિવસ રહે.
  • બસ તો થઇ ગયા તમારા કર્લ હેર