અપનાવો આ ઘરગથ્થુ ટિપ્સ, અને પીળા દાંતને કરો સફેદ - Sandesh
NIFTY 10,360.40 -18.00  |  SENSEX 33,703.59 +-71.07  |  USD 64.7900 +0.58
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Health & Fitness
  • અપનાવો આ ઘરગથ્થુ ટિપ્સ, અને પીળા દાંતને કરો સફેદ

અપનાવો આ ઘરગથ્થુ ટિપ્સ, અને પીળા દાંતને કરો સફેદ

 | 5:19 pm IST

ઘણી વાર દાંત પીળા હોવા પાછળ વારસાગત લક્ષણો જવાબદાર હોય છે. જો પેરેન્ટ્સના દાંત પીળાશ પડતાં હોય તો તેમના સંતાનના દાંત પણ પીળાશ પડતાં હોય છે. જો વારસાગત કારણથી દાંત પીળા પડતા હોય તો તેના બાહ્ય ઉપચારથી ખાસ કોઈ ફરક પડતો નથી. આ ઉપરાંત પણ અન્ય કારણો હોય છે.

પીળા દાંતને સફેદ કરશે આ ટિપ્સ

  • તમાકુ જેવાં વ્યસનને લીધે પણ દાંત પર ડાઘ પડી જાય છે. દાંત પર પડી ગયેલા ડાઘને દૂર કરવા માટે થોડો બાયકાર્બોનેટ સોડા (બેકિંગ સોડા)ને દાંત પર ટૂથપાઉડરની જેમ ઘસો. આ પ્રયોગ દરરોજ કરવાથી ડાઘ દૂર થઈ જશે.
  • જો શ્વાસમાં વાસ આવતી હોય તો ડેન્ટિસ્ટની સલાહ લો. જમ્યા બાદ બ્રશ કરો અને કંઈ પણ ખાધા પછી સારી રીતે કોગળા કરો અને ત્યારબાદ ઇલાયચી કે લવિંગને ચાવી લો. આવું કરવાથી શ્વાસની દુર્ગંધમાં રાહત મળે છે.
  • દાંત પીળા પડી ગયા હોય તો લીંબુના રસ સાથે મીઠું મિક્સ કરીને દાંતમાં નિયમિત ઘસવાથી દાંત ચમકતા બને છે.
  • પાકેલા કેળાનો અથવા નારંગીના ગલને હળવા હાથે દાંત પર ઘસો. આમ કરવાથી દાંતની સફેદી પાછી આવશે.
  • અડધા લીંબોનો રસ કાઢીને તેને પીળા પડી ગયેલા દાંત પર ઘસો તેનાથી તમારા દાંતની પીળાશ ઓછી થશે અને દાંત ઉજળા દૂધ જેવા થઈ જશે.
  • અડધી ચમચી બેકિંગ સોડામાં ચપટી મીઠું ભેળવીને તેને આંગળી વડે દાંત પર ઘસો. આમ કરવાથી દાંતની ચમક પાછી આવશે.
  • ફ્રેશ ફ્રૂટ અને વેજિટેબલ જેવા કે સફરજન, ગાજર, કાકડી, પાર્સલીને વ્યવસ્થિત ચાવીને ખાવાથી પણ દાંતની પીળાશને દૂર કરી શકાય છે.