ઘરની શોભામાં વધારો કરવા આજથી ફોલો કરો આ ટિપ્સ - Sandesh
  • Home
  • Lifestyle
  • ઘરની શોભામાં વધારો કરવા આજથી ફોલો કરો આ ટિપ્સ

ઘરની શોભામાં વધારો કરવા આજથી ફોલો કરો આ ટિપ્સ

 | 12:36 pm IST

ગૃહિણીઓ અનેક ઘણું ઘરનું કામ કરે તો પણ ક્યાંકને ક્યાંક કચરો જોવા મળતો હોય છે. પણ જો તમે આ ટિપ્સ ફોલો કરશો તો તમારું ઘર ગંદુ પણ નહિં લાગે અને સ્વચ્છ પણ રહેશે.

  • તમારું ઘર ખુબ જ સુંદર હોય પરંતુ દરેક ખુણામાં જો કરોળીયાના ઝાળા દેખાતા હોય તો, ગમે તેવું ઘર સારું હશે તો પણ ખરાબ લાગશે. આ માટે, એક લાંબી સાવરણી કે વેક્યુમ ક્લીનર લઈને તેનો સફાયો કરી દો. આ કામ એક અઠવાડિયામાં એક વખત કરશો તો પણ ચાલશે.
  • જેવી રીતે તમે અન્ય વસ્તુઓ પર લાગેલી ધૂળ સાફ કરો છો તેવી જ રીતે તમારે બલ્બ અને ટ્યુબલાઈટને પણ ભીના કપડા વડે સાફ કરવા જોઈએ. આનાથી વધારે પ્રકાશ પણ મળશે અને તે લાંબા સમય સુધી પણ ચાલશે. જો કે તેની આજુબાજુ કરોળીયા પોતાના ઝાળા ન બનાવી લે તેનું ખાસ ધ્યાન રાખવું.
  • ઘરમાં પોતુ કરતી વખતે ફિનાઇલના બે ટીંપા નાંખી દો તેનાથી ઘરમાં માખી-મચ્છર નહિં આવે. જો તમે રૂમ ફ્રેશનરનો ઉપયોગ કરવા માંગતા હોવ તો પણ સારું.
  • તમારા ઘરમાં નીચેનું તળીયું જો માર્બલનું હોય તો તેની પરના ડાઘાને દૂર કરવા તે જગ્યા પર ટુથપેસ્ટ ઘસો અને તેને સુકાવા દો ત્યારબાદ તેને ધોઈ લો.