પોતાના સાથીને ખુશ રાખવા અજમાવો 'આ' ટિપ્સ - Sandesh
NIFTY 10,548.70 +20.35  |  SENSEX 34,395.06 +89.63  |  USD 65.6425 +0.15
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sex & Relationship
  • પોતાના સાથીને ખુશ રાખવા અજમાવો ‘આ’ ટિપ્સ

પોતાના સાથીને ખુશ રાખવા અજમાવો ‘આ’ ટિપ્સ

 | 3:55 pm IST

સગાઇથી લઇને લગ્ન સુધીના વચ્ચેના સમયમાં બંને પાર્ટનર ખૂબ ખુશ હોય છે અને આગામી સમયને કઇ રીતે વિતાવશે તેના સપનાં જોતા હોય છે. આ સમયગાળા દરમિયાન ઘણીવાર મનમાં એવો સવાલ ઊભો થાય છે કે, શું તમે તમારા લાઈફ પાર્ટનરને આખી જીંદગી ખુશ રાખી શકશો? તો હવે આ વિશે કોઇ ચીંતા કરવાની જરૂર નથી, કારણકે આજે અમે તમને અમુક અહિં એવી ટીપ્સ આપવાના છીએ જેના કારણે તમે અને તમારા પાર્ટનર આખી જીંદગી ખુશ રહી શકશો

1. જેવા છો હંમેશા તેવા જ રહો
ઘણી વખત સગાઈથી લગ્ન સુધીના સંબંધોમાં પાર્ટનર વચ્ચે ઘણું આડંબર કરવામાં આવતું હોય છે. પરંતુ આ રીતે તમે તમારા પાર્ટનરને ખુશી નહિ પરંતુ દગો કરી રહ્યાં છો. તેથી તમે જેવા છો તેવા જ તમારે રહેવાની જરૂર છે કારણકે તમે લાંબા સમય સુધી હકિકત કોઈનાથી છુપાવી શકતા નથી.

2. આત્મવિશ્વાસથી ભરપુર રહો
દરેકને વિશ્વાસથી ભરપૂર સાથી પસંદ આવે છે, સાથે જ તે આત્મનિર્ભર પણ હોય. એક વાત હંમેશા યાદ રાખો કે નાનામાં નાની વાતને કહેવામાં બિલકુલ પણ સંકોચ ના કરો. તેનો એ પણ મતલબ છે કે તમે કોઇના વિચારોને સ્વીકાર અને પોતાના વ્યક્ત કરી શકો છો. જો તમે કોઇ વાતને લઇને અસંતુષ્ટ છો, તો તાત્કાલિક બોલો બિલકુલ પણ સંકોચ ના કરો.

3. એકબીજાની પસંદ જાણો
તમે બંને જીંદગીભર માટે એક સંબંધમાં બંધાવા જઇ રહ્યાં છો એટલા માટે એ જરૂરી છે કે તમે એકબીજાને સારી રીતે જાણી લો. તમારા સાથી અથવા થનાર પાર્ટનરને શું પસંદ છે શું પસંદ નથી તે જાણી લો.

4. સાથે મળીને પ્રશ્નોનો ઉકેલ લાવો
સગાઇ થયા બાદ બે લોકો એકબીજાની નજીક આવવા લાગે છે. પરંતુ બની શકે કે તમારો સાથી કેટલાક મુદ્દાઓને જાતે જ ઉકેલવા માંગતો હોય.