સુસ્મિતા જેવી પર્સનાલિટી બનાવવા રોજ આ રીતે કરો 'ચરણ ઉદ્ધૃતાસન' - Sandesh
  • Home
  • Lifestyle
  • સુસ્મિતા જેવી પર્સનાલિટી બનાવવા રોજ આ રીતે કરો ‘ચરણ ઉદ્ધૃતાસન’

સુસ્મિતા જેવી પર્સનાલિટી બનાવવા રોજ આ રીતે કરો ‘ચરણ ઉદ્ધૃતાસન’

 | 11:50 am IST

હંમેશા દરેક વ્યક્તિ પોતાની પર્સનાલિટીને સારી બનાવવા માટે અનેક ઘણી મહેનત કરતા હોય છે. જો કે આવી અથાગ મહેનત કર્યા પછી પણ લોકોને સંતોષ થતો નથી. પરંતુ હવે તમારે આ વિશે બહુ ટેન્શન લેવાની જરૂર નથી કારણકે આજે અમે તમારી માટે લાવ્યા છીએ એક ખાસ આસન, જે તમારી પર્સનાલીટી ડેવલપ કરવામાં ભજવે છે મહત્વનો ભાગ..

ચરણ ઉદ્ધૃતાસન કરવાની રીત
સૌ પ્રથમ સ્વસ્થ અને સુંદર વાતાવરણ વાળા સ્થળ પર ચાદર પાથરવી. ત્યારબાદ તેના પર એકદમ સીધા ઉભા રહેવું. પછી ડાબા પગથી શરીરનું સંતુલન બનાવવું અને પોતાના જમણા પગને ઘુંટણથી વાળીને ઉપરના ભાગ સુધી લઈ જવો. જમણા હાથને ડાબા બગલ તરફ ઘુમાવતા પાછળથી લઈને આગળ તરફ લાવવાનો પ્રયત્ન કરવો. હવે ઉંડા શ્વાસ લેવા. શ્વાસ છોડતા ધીરે ધીરે નીચે તરફ લઈ જવો. જમણા હાથથી ફર્શને ચૂમવાનો પ્રયત્ન કરવો. પોતાના મસ્તિષ્કને ઘુંટણ પર ટકાવવાની કોશિષ કરવી. આ આસનથી જેટલું સંભવ હોય એટલું આગળ તરફ ઝુકવું. વારંવાર પગની સ્થિતિ બદલતા રહેવું. આ ક્રિયા ઓછામાં ઓછી 5 મિનિટ સુધી અવશ્ય કરવી.

ચરણ ઉદ્ધૃતાસનના લાભ
ચરણ ઉદ્ધૃતાસન આસન કરવાથી હાથ અને પગની માંસપેશીઓ વધારે મજબૂત થાય છે. આ સાથે પગના સ્નાયુઓ સંબંધી રોગો પણ દૂર થાય છે. શરીરમાં સ્ફૂર્તિ આવે છે અને શરીર સુંદર અને સ્વસ્થ બને છે. અને તમને તેનાથી આકર્ષક વ્યક્તિત્વ પ્રદાન થાય છે.

ચરણ ઉદ્ધૃતાસન માટેની સાવધાની
આ આસન પ્રારંભમાં કરવુ ઘણું કઠિન હોય છે. પરંતુ ધીરે ધીરે કરવાથી તેની પૂર્ણ સ્થિતિ પ્રાપ્ત થાય છે. સંભવ હોય ત્યાં સુધી તમારા શિરને નીચે તરફ ઝુકાવવું. હાથને ફર્શ પર ટેકવાની કોશિષ કરવી. ઉતાવળ ન કરવી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન