જો ફોલો કરશો આ ટિપ્સ, તો ઘરમાં ક્યારે નહિં થાય કંકાશ - Sandesh
NIFTY 10,767.65 -0.70  |  SENSEX 35,443.67 +-19.41  |  USD 67.5000 +0.38
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Astrology
  • જો ફોલો કરશો આ ટિપ્સ, તો ઘરમાં ક્યારે નહિં થાય કંકાશ

જો ફોલો કરશો આ ટિપ્સ, તો ઘરમાં ક્યારે નહિં થાય કંકાશ

 | 7:08 pm IST

કોઈપણ મકાન બનાવવાના મુખ્ય બે હેતુ હોય છે. તેમાંથી એક છે રહેવા માટે અને બીજું છે ઉદ્યોગ-ધંધા માટે. હેતુ કોઈપણ હોય, પરંતુ મકાન બનાવતાં પહેલાં વાસ્તુશાસ્ત્ર અનુસાર નકશો બનાવી લેવો જોઈએ. ત્યારબાદ પાયો ખોદી પૂજનાદિ શુભ મુહૂર્તમાં કરાવીને તેનું નિર્માણ કાર્ય કરવું જોઈએ. મકાન બનાવતાં પહેલાં વાસ્તુશાસ્ત્રના નિયમોને જાણી લેવા જોઈએ.

આંગણું
ઘરનું આંગણું ખાલી રાખવું જોઈએ. આવું આંગણું ઉત્તર અથવા પૂર્વ દિશા કે ઈશાન ખૂણામાં ખુલ્લું રાખવું જોઈએ. જો ઘરમાં બ્રહ્મસ્થાન મધ્યમાંથી ઊંચું અથવા ચારે દિશાઓમાંથી નીચું હોય તો તે શુભ ગણાય છે. આનાથી ઊલ્ટી સ્થિતિ અશુભ મનાય છે.
શયનખંડ
ગૃહસ્વામીનો શયનખંડ નેઋત્ય ખૂણામાં અથવા પશ્ચિમ દિશામાં બનાવવો. શયનખંડમાં પૂજા ઘર ઈશાન ખૂણામાં રાખવું. જો ગૃહસ્વામી મોટેભાગે બહાર રહેતા હોય તો શયનખંડ વાયવ્ય ખૂણામાં બનાવડાવવો. પલંગનો એક ભાગ એવો રાખવો કે ઊઠતી વખતે મુખ પૂર્વ દિશા તરફનું રહે. જો મુખ ઊઠતી વખતે ઉત્તર દિશામાં રહેતું હોય તો ધનની દૃષ્ટિએ અતિ શુભ રહે છે. શયનખંડનું દ્વારા સળંગ એક જ પડખાનું રાખવું જોઈએ.
રસોડું
રસોડું અગ્નિ ખૂણામાં બનાવડાવવું જોઈએ. રસોડું અગ્નિ ખૂણામાં બનાવી શકાય તેમ ન હોય તો તે પશ્ચિમ દિશામાં બનાવવું, પરંતુ ગેસની સગડી અગ્નિ ખૂણામાં રાખવી. ઈશાન ખૂણામાં ગેસની સગડી રાખવાથી વંશમાં વૃદ્ધિ થાય છે, પરંતુ ધનનો ક્ષય થાય છે. કોઈ કારણસર સ્થાન બદલી શકાય તેમ ન હોય તો ગેસની સગડી સ્લેબ પર રાખવી અને તે સ્લેબની નીચે જળથી ભરેલું તાંબાનું પાત્ર રાખવું, જેનું જળ સવાર-સાંજ બદલતા રહેવું. તે સાથે અગ્નિ ખૂણામાં લાલ બલ્બ લગાવવો જોઈએ. જો ચૂલો આંગણામાં હોય તો જળનું પાત્ર ચૂલાની નજીક મૂકવું.
સ્ટોરરૂમ
રસોડામાં ઈશાન અને અગ્નિ ખૂણો અર્થાત્ ઉત્તર-પૂર્વ અને દક્ષિણ પૂર્વની વિદિશાઓ સ્ટોરરૂમ માટે શુભ મનાઈ છે. આ ખૂણાઓની દીવાલોને અડીને સ્ટોરરૂમ હોવો જોઈએ.
ડાઈનિંગ રૂમ
ડાઈનિંગ રૂમ અથવા ભોજન કરવા માટેનો કક્ષ દક્ષિણ-પૂર્વ અથવા અગ્નિ ખૂણામાં બનાવડાવવો જોઈએ. અગ્નિ ખૂણો પાચન ક્ષમતાને સુધારે છે. અગ્નિનું એક રૂપ જઠરાગ્નિ પણ છે. જેનું કાર્ય ભોજન પચાવવાનું અને ભૂખ જગાડવાનું છે.
ભોજન કરવા માટે પૂર્વ દિશા નિર્ધારિત કરાઈ છે. પૂર્વ તરફ મુખ કરીને ભોજન કરવાથી આયુષ્યની વૃદ્ધિ થાય છે તેમજ ઉત્તર દિશા તરફનું મુખ કરીને ભોજન કરવાથી આયુષ્ય અને ધન એમ બંનેમાં વૃદ્ધિ થાય છે.
પૂજા સ્થાન
પૂજા સ્થાન હંમેશાં ઈશાન ખૂણામાં અથવા ઉત્તર દિશાની મધ્યમાં કે ઈશાન ખૂણામાં પૂર્વ દિશાની મધ્યમાં બનાવવું જોઈએ. ઉત્તરાભિમુખ થઈને પૂજન કરવાથી ધનલાભ, પૂર્વાભિમુખ થઈને પૂજન કરવાથી જ્ઞાાન અથવા અધ્યાત્મનો લાભ થાય છે. જો પૂજનકક્ષ અલગ ન હોય તો તેમાં પડદો લગાવવો. તેમાં નકામી વસ્તુઓ મૂકવી નહીં. કચરાપેટી, સાવરણી, પોતાં વગેરે તેની પાસે મૂક્વાં નહીં. ઘરનાં પૂજા સ્થાનમાં હનુમાનજીની મૂર્તિનું મુખ નૈઋત્યમાં, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, સૂર્યદેવ, ર્કાિતકેય વગેરેનું મુખ પૂર્વમાં તથા કુબેર, ગણેશ અને દુર્ગાનું મુખ દક્ષિણ દિશામાં રાખવું જોઈએ. દેવની મૂર્તિઓ પ્રવેશદ્વારની બરાબર સામે રાખવી જોઈએ નહીં.