શું તમે શરદીને હંમેશ માટે છૂ કરવા ઇચ્છો છો? તો વાંચી લો 'આ' - Sandesh
NIFTY 10,360.40 -18.00  |  SENSEX 33,703.59 +-71.07  |  USD 64.7900 +0.58
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Health & Fitness
  • શું તમે શરદીને હંમેશ માટે છૂ કરવા ઇચ્છો છો? તો વાંચી લો ‘આ’

શું તમે શરદીને હંમેશ માટે છૂ કરવા ઇચ્છો છો? તો વાંચી લો ‘આ’

 | 7:43 pm IST

એક નવા અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે, વિટામિન સી સામાન્ય શરદીને રોકવામાં ઉપયોગી સાબિત થાય છે. ખાસ કરીને વધારે શારિરિક દબાણ હેઠળ રહેતા લોકોને વધારે રાહત આપી શકે છે. ભારે દબાણ હેઠળ રહેતા લોકો અને અન્યોને આવરી લઇને કરવામાં આવેલા અભ્યાસમાં જણાવાયું છે કે સામાન્ય શરદીના બનાવને વિટામિન સી રોકે છે.

આ સર્વે માટે અલગ અલગ વર્ગોમાં તમામ લોકોને આવરી લેવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેમના લક્ષણ જાણવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. આ સંશોધનથી કેટલીક નવી બાબત પણ સપાટી પર આવી છે. જો કે અભ્યાસના તારણો ખુબ રસપ્રદ રહ્યા છે.

અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે, દરરોજ એક ગ્રામ અથવા તો તેનાથી વધારેનો વિટામિન સીનો નિયમિત ડોઝ પુખ્ત વયના લોકોમાં શરદીની અવધીને આઠ ટકા સુધી ધટાડી દે છે. જ્યારે બાળકોમાં શરદીને 18 ટકા સુધી ધટાડે છે. આ તારણોમાં સાફ શબ્દોમાં જણાવાયું છે કે, વિટામિન સી શરદી પર જૈવિક અસર ધરાવે છે.