જો ફોલો કરશો આ ટિપ્સ, તો આપોઆપ જ ઉતરી જશે તમારું વધેલુ વજન - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Health & Fitness
  • જો ફોલો કરશો આ ટિપ્સ, તો આપોઆપ જ ઉતરી જશે તમારું વધેલુ વજન

જો ફોલો કરશો આ ટિપ્સ, તો આપોઆપ જ ઉતરી જશે તમારું વધેલુ વજન

 | 4:28 pm IST

વજનને કાબુમાં રાખવું ખૂબ જ અઘરું છે. આમ, જો આપણે વજન પર નિયંત્રણ નથી રાખતા તો તે વધી જાય છે. જો કે વજન વધ્યા પછી તે ઉતારવું ખૂબ જ મુશ્કેલ કામ છે. આમ, જો તમે પણ તમારું વધેલુ વજન ઉતારવા ઇચ્છતા હોવ તો આ ઉપાયો તમારા માટે એકદમ બેસ્ટ છે.

  • સૌ પ્રથમ અજમો, કાળીજીરી, આમળા અને વરીયાળીને મિક્સ કરીને તેનો પાવડર બનાવી લો. ત્યારબાદ આ પાવડર સવારે બ્રશ કર્યા બાદ તરત જ 1 ચમચી જેટલો લઇ લો. જો કે આ પાવડરથી કદાચ શરૂઆતમાં મોંમા ચાંદા પડે તો થોડો સમય બંધ કરી ફરી ચાલુ કરો અથવા ડોઝ ઘટાડીને એકાંતરે લેજો. આમ, જો તમે આ પ્રોસેસ સતત ત્રણ અઠવાડિયા સુધી કરશો તો તમારું વજન એક કિલો ઘટેલુ તમને જોવા મળશે.
  • દૂધ, દૂધની મીઠાઈ, માખણ, ચીઝ, પનીર વગેરે શક્ય હોય તો બંધ કરો નહિં તો તમારું વજન વધી જશે.
  • અઠવાડિયામાં એકવાર દાળભાત ખાઓ.
  • ઝડપથી વજન ઘટાડવા માટે જરૂરી છે કે, તમે કસરત શરૂ કરી દો. શરૂઆતમાં ભલે તમે કસરત ઓછી કરો પણ પછી તેનો સમય વધારી દો
  • જમવાના એક કલાક પહેલા કે પછી જ પાણી પીઓ.
  • સવારે વધારે નહિં તો 20 મિનીટ હળવાશથી ચાલો, ઉતાવળથી નહિ.
  • ભોજન બાદ તરત સૂવું નહિ. કારણકે જો તમે જમ્યા પછી તરત જ સૂઇ જશો તો તમારું વજન વધી જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન