આ ઉકાળો તમારી શરદી-ખાંસીને કરી દેશે છૂ, બનાવો આ રીતે ઘરે - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Health & Fitness
  • આ ઉકાળો તમારી શરદી-ખાંસીને કરી દેશે છૂ, બનાવો આ રીતે ઘરે

આ ઉકાળો તમારી શરદી-ખાંસીને કરી દેશે છૂ, બનાવો આ રીતે ઘરે

 | 4:08 pm IST

શિયાળામાં નાના બાળકોથી લઇને અનેક લોકો શરદીના સંકજામાં આવી જતા હોય છે. આમ, જો તમને કે તમારા ઘરમાં કોઇને શરદી-ખાંસી થઇ હોય તો આ ઉકાળો તમને ખૂબ જ ઉપયોગી બની રહેશે. બાળકો જ નહીં વયસ્ક લોકો પણ આ ઉકાળો પી શકે છે.

જો કે મહત્વનું એ છે કે, આ ઉકાળો ગમે ત્યારે મન પડે એમ ન પી શકાય. શરદી હોય ત્યારે જ પીવો. જો ભાવતો હોય તો ઇમ્યુનિટી માટે અઠવાડિયે એક દિવસ લઈ શકાય, પરંતુ દરરોજ નહીં.

ઉકાળો બનાવવાની રીત
લગભગ અડધો લીટર જેટલું પાણી તપેલીમાં લેવું. એમાં એક ચપટી હળદર નાખો. અડધો ઇંચ આદુંનો ટુકડો ખમણીને નાખવો. પછી એમાં 7-8 તુલસીનાં પાન ઉમેરવાં. 1 ચમચા જેટલું અંદાજિત લેમનગ્રાસ ઉમેરવું અને 1 ચપટી અજમો નાખવો. જો અજમાનાં તાજાં પાન મળી શકે તો વધુ સારું ગણાય. હવે તપેલીને ઢાંકી દેવી અને પાણીને ઊકળવા દેવું. પાણી ઊકળીને અડધું થઈ જાય એટલે ગેસ બંધ કરી દેવો. એમાં સ્વાદ અનુસાર ગોળ અને લીંબુ નાખીને હૂંફાળું કરીને પીવું. નાનાં બાળકોને 50-70 મિલીલીટર જેટલો ઉકાળો બસ છે. દિવસમાં વધુમાં વધુ એને બે વાર આપી શકાય, બાકી વયસ્ક લોકો 150 મિલી જેટલો ઉકાળો પી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન