ઊંઘમાંથી જાગી ન જોવો અરીસામાં પોતાનો ચહેરો, કારણ જાણી બદલી દેશો આદત

502

જેની સવાર સારી હોય તેનો દિવસ પણ શુભ રહે છે. જ્યારે સવારે આંખ ક્લેશ અને ચિંતાના કારણે ખુલે છે ત્યારે દિવસ સમસ્યાઓથી ઘેરાયેલો જ રહે છે. દિવસભર નકારાત્મક વિચારો સાથે જ દિવસ પસાર થાય છે. મોટાભાગના લોકોને સવારે ઊંઘમાંથી જાગવાની સાથે જ અરીસામાં પોતાનો ચહેરો જોવાની આદત હોય છે. પરંતુ શું તમે જાણો છો કે આ કાર્ય તમારા દિવસને અશુભ બનાવી શકે છે? પ્રાચીન માન્યતાઓ, શાસ્ત્રો અને વાસ્તુ અનુસાર દિવસની શુભ શરૂઆત કરવા માટે આંખ ખુલતાંની સાથે વ્યક્તિએ પોતાની બે હથેળીઓના દર્શન કરવા જોઈએ અને આ શ્લોક બોલવો જોઈએ.

कराग्रे वसते लक्ष्मी करमध्ये सरस्वती।
करमूले तु गोविंद प्रभाते करदर्शनम्॥

આ શ્લોકના અર્થાનુસાર હાથના અગ્ર ભાગમાં લક્ષ્મી, મધ્ય ભાગમાં સરસ્વતી અને મૂળ ભાગમાં પરમબ્રહ્મ ગોવિંદનો નિવાસ હોય છે. તેથી રોજ સવારે બંને હથેળીઓને એક સાથે રાખી તેના દર્શન કરી, શ્લોક બોલી અને હથેળીઓને ચહેરા પર ફેરવી જોઈએ.

ઊંઘમાંથી જાગી અને બીજું કામ ભુમિ વંદનનું કરવું જોઈએ. વ્યક્તિના અસ્તિત્વનો આધાર ધરતી જ છે. ધરતી અન્ન આપે છે, જળ આપે છે અને આશ્રય આપે છે. તેથી જમીન પર પગ મુકતાં પહેલાં બે હાથ જોડી ધરતી માતાને પ્રણામ કરી અને ક્ષમા માંગવી જોઈએ. ત્યાર પછી માતા-પિતાને વંદન કરી દિવસની શરૂઆત કરવી જોઈએ. આ કામ કરવાથી દિવસભર સકારાત્મકતા સાથે પસાર થાય છે. એટલા માટે તમને પણ આદત હોય સવારે પોતાનો ચહેરો અરીસામાં જોવાની તો તુરંત બદલી દો આ આદતને.