કોર્ટના આદેશની ઉપરવટ જઇને મહિલા બાળક લઇને ભારત ભાગી આવી - Sandesh
  • Home
  • NRI
  • કોર્ટના આદેશની ઉપરવટ જઇને મહિલા બાળક લઇને ભારત ભાગી આવી

કોર્ટના આદેશની ઉપરવટ જઇને મહિલા બાળક લઇને ભારત ભાગી આવી

 | 5:42 pm IST

મુળ બાંગ્લાદેશના અને અમેરીકામાં રહેતા પિતાએ તેમના 4 વર્ષના દિકરાની કસ્ટડી મેળવવા હાઇકોર્ટના દ્વાર ખટખટાવ્યા છે. અમેરીકાની કોર્ટે દિકરાની કસ્ટડી પિતાને આપવાનો હુકમ કરતા માતા દિકરાને લઇને ભારત આવી ગઇ હતી.

અમેરીકાના નાગરિક હોવાથી હાઇકોર્ટમાં પાવર ઓફ એટર્ની દ્વારા હેબીયસ કોપર્સ કરી હતી. જોકે હાઇકોર્ટે તેમને જાતે આવીને નવી પીટીશન કરવા આદેશ કરીને જુની પીટીશન ફગાવી દીધી હતી. અમેરીકાના ડલાસમાં છેલ્લા 30 વર્ષથી રહેતા મનમેળ વલસાડના દંપતિએ જુલાઇ 2010માં લગ્ન કર્યા હતા. પરતું થોડા સમય બાદ બન્ને વચ્ચે મનમેળ નહી રહેતા પતિએ ડલાસમાં ડિવા્ર્સ અરજી કરી હતી. બીજી તરફ પત્નીએ પુત્રની કસ્ટડી મેળવવા અરજી કરી હતી.

3 મહિના માટે દિકરાને ઓસ્ટ્રેલિયા લઇ જવા કોર્ટે મંજુરી આપી હતી. પતિએ અરજીમાં એવો આક્ષેપ કર્યો છે કે તેની પત્નીએ ઓસ્ટ્રેલિયાથી ભારતના નાગરિક માટે અરજી કરી હતી પરતું તેણે બે દેશ સાથે છેતરપિંડી કરી હતી. તેણે કહ્યુ કે બાંગ્લાદેશની છે ત્યારબાદ તેને અમેરીકાના નાગરિકત્વ મળ્યુ છે. નિયમ પ્રમાણે ઓવરસીઝ સીટીઝનશીપ તેને મળી શકે નહી. બાળકનું એક વાલી ભારતીય અને બીજું વિદેશી હોય ત્યારે અને ડિવોર્સ લીધા હોય ત્યારે બાળકને ઓવરસીઝ સીટીઝનશીપ મળે નહી. દરમ્યાનમાં ડલાસની કોર્ટે માતાની અરજી ફગાવી દીધી હતી. અને પિતાને બાળક સોંપી દેવા આદેશ કરીને ડીવોર્સ મંજુર કર્યા હતા. કોર્ટના આદેશની ઉપરવટ જઇને પત્ની બાળક લઇને ભારત ભાગી આવી હતી અને ઘરેલું હિંસાની ફરિયાદ નોંધાવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન