નાસ્તા માટે ઘરે બનાવો આ રીતે ચણાના લોટની સ્વાદિષ્ટ સેવ - Sandesh
NIFTY 10,480.60 +21.95  |  SENSEX 34,192.65 +91.52  |  USD 65.2025 -0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Food & Travel
  • નાસ્તા માટે ઘરે બનાવો આ રીતે ચણાના લોટની સ્વાદિષ્ટ સેવ

નાસ્તા માટે ઘરે બનાવો આ રીતે ચણાના લોટની સ્વાદિષ્ટ સેવ

 | 7:15 pm IST

અવાર નવાર તમે બહારથી સેવ લાવીને ખાતા હશો. પરંતુ શુ તમે ક્યારેય સેવ બનાવવાનો ટ્રાય કર્યો છે. જો ના તો અમે તમારા માટે ઘરે સહેલાઇથી સેવ બનાવી શકાય તેવી રેસિપી લઇને આવ્યા છીએ. તમે બજારમાં મળતી સેવ કેટલાક દિવસથી પેકેટમાં પેક કરેલી હોય છે અને તે ખાવાથી સ્વાસ્થ્યની સમસ્યાઓ પણ થઇ શકે છે. તો આવો જોઇએ કેવી રીતે ઘરે પણ સેવ બનાવી શકાય છે.

સામગ્રી
2 કપ – ચણાનો લોટ
1 ચમચી – લાલ મરચું
1 નાની ચમચી – અજમો
1 નાની ચમચી – બેકિંગ સોડા
1 ચપટી – હિંગ
1 નાની ચમચી – હળદર
સ્વાદાનુસાર – મીઠું
તરવા માટે – તેલ
પાણી

બનાવવાની રીત
સૌ પ્રથમ એક વાસણમાં ચણાનો લોટ, લાલ મરચું, અજમો, બેકિંગ સોડા, હિંગ, હળદર, મીઠું બરાબર મિક્સ કરી લો. હવે તેમા થોડુંક પાણી ઉમેરીને લોટ બાંધી લો. હવે ગેસ પર ધીમી આંચમાં એક પેનમાં તેલ ગરમ કરો. હવે સેવ બનાવવા માટે હવે સેવ પાડવાના સંચામાં બાંધેલો લોટ ભરો. હવે સંચામાં જાડી, પાતળી જે સેવ કરવી હોય તે સાઇઝની જાળી મૂકો. હવે તેલ ગરમ થાય એટલે સંચા વડે સેવ પાડો. સેવ બ્રાઉન રંગની થાય એટલે તેને બહાર કાઢી લો. તૈયાર છે ચણાના લોટની સેવ.. આ સેવને તમે 15 થી 20 દિવસ સુધી સ્ટોર કરી શકો છો.જો તમારી પાસે સેવનો સંચો ન હોય તો તમે ઝારા પર લોટ મૂકીને સેવ પાડી શકો છો.