જાણો કેવી રીતે બનાવાય બ્રેડ માલપુઆ - Sandesh
  • Home
  • Food & Travel
  • જાણો કેવી રીતે બનાવાય બ્રેડ માલપુઆ

જાણો કેવી રીતે બનાવાય બ્રેડ માલપુઆ

 | 7:44 pm IST

કેટલીક વાર ઘણા લોકોને ભોજન બાદ કે ભોજનની સાથે મીઠી વાનગીઓ ખૂબ પસંદ હોય છે. તો કેટલાક લોકો તો એવા પણ હોય છે કે જેમને મીઠી વાનગી મળે તો ખુશ થઇ જાય છે. તો આજે મીઠામાં કઇક અલગ વાનગી બનાવીશું તમે મીઠામાં માલપુઆ તો ઘણી વાર ખાધા હશે પરંતુ શુ તમે બ્રેડ માલપુઆ નામ સાંભળ્યુ છે. ના તો આવો જોઇએ કેવી રીતે ઝડપથી બનાવાય ઇન્સ્ટેટ બ્રેડ માલપુઆ..

સામગ્રી
4 નંગ – બ્રેડ સ્લાઇસ
1 વાટકી – ખાંડ
ચાસણી બનાવવા માટે – પાણી
7-8 – પિસ્તા
7-8 – બદામ
1 ચપટી – ઓરેન્જ ફુડ કલર
1 નાની વાટકી – રબડી
ઘી – તરવા માટે

બનાવવાની રીત
સૌ પ્રથમ દરેક બ્રેડને ગોળાકાર શેપમાં કટ કરી લો. હવે મીડિયમ આંચમાં એક પેનમાં ખાંડ અને પાણી ઉમેરી લગભગ 10 મિનિટ માટે રાખો અને ચાસણી તૈયાર કરી લો. ચાસણીમાં પિસ્તા, બદામ અને કલર ઉમેરીને તેમા કલર મિક્સ કરો. બીજી તરફ ધીમી આંચ પર એક પેનમાં ઘી ગરમ કરો. ઘી ગરમ થાય એટલે તેમા કટ કરેલા બ્રેડના ટૂકડાને તેમા આછા બ્રાઉન રંગના તરી લો અને એક પ્લેટમાં નીકાળી લો. હવે બ્રેડની ફ્રાય કરેલી સ્લાઇસને 2-3 મિનિટ ચાસણીમાં રાખો. હવે તેને બહાર નીકાળી લો. તૈયાર છે ગરમા ગરમ બ્રેડ માલપુઆ.. હવે તેની પર ચાસણી અને રબડી ઉમેરો. તે સિવાય તેની પર તમે પિસ્તા અને બદામની કતરણતી ગાર્નિશ કરી શકો છો.