હવે નાસ્તામાં ઘરે જ બનાવો ટેસ્ટી ફાફડા - Sandesh
  • Home
  • Featured
  • હવે નાસ્તામાં ઘરે જ બનાવો ટેસ્ટી ફાફડા

હવે નાસ્તામાં ઘરે જ બનાવો ટેસ્ટી ફાફડા

 | 11:53 am IST

ફાફડા ગુજરાતનો એક પ્રખ્યાત નાસ્તો છે. જે ગરમા ગરમ જલેબી, કઢી, લીલા મરચાંની સાથે ખાવામાં આવે છે. ફાફડા ખાસ કરીને લોકો સવારે નાસ્તામાં ખાય છે. જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. તમે ખાસ કરીને ફાફડા બહારના જ ટ્રાય કર્યા હશે. પરંતુ આજે અમે તમારા માટે ઘરે ગરમા ગરમ ફાફડા કેવી રીતે બનાવી શકાય તેની રેસીપી લઇને આવ્યા છીએ. તો આવો જોઇએ કેવી રીતે ઘરે બનાવાય ફાફડા..

સામગ્રી
2 કપ – ચણાનો લોટ
1 નાની ચમચી – બેકિંગ સોડા
1 નાની ચમચી – અજમો
1 ચપટી – હળદર
સ્વાદાનુસાર – મીઠું
તરવા માટે – તેલ

બનાવવાની રીત
સૌ પ્રથમ એક બાઉલમાં પાણી, મીઠુ, અને બેકિંગ સોડા મિક્સ કરો. હવે ચણાનો લોટ, અજમો તેમજ હળદર ઉમેરીને બરાબર મિક્સ કરી લો. તેમા પાણી વાળું મિશ્રણ ઉમેરીને લોટ બાંઘી લો. અડધો કલાક રહેવા દો. ત્યાર પછી તેમા બે ચમચી તેલ ઉમેરીને તેને બરાબર ગુંદી લો. હવે લોટના નાના લૂઆ બનાવી લો.લૂઆને એક પાટલા પર રાખો પાટલા પર તેલ લગાવી લો. હવે લૂઆને હાથ વડે દબાવીને ફાફડાના શેપમાં લાંબા કરો. ફાફડાની જેમ પાતળી પટ્ટીની જેમ બનાવી લો. હવે એક કઢાઇમાં તેલ ગરમ કરવા મૂકો તેમા તૈયાર કરેલા 2-3 ફાફડા ઉમેરો. તેને બન્ને સાઇડથી તરી લો. તૈયાર છે સ્વાદિષ્ટ ફાફડા. ફાફડાને તમે લીલા તરેલા મરચાં અને કઢી સાથે સર્વ કરી શકો છો.

નોટ – ફાફડાનો લોટ ગૂંદતા સમયે આ વાતનું ખાસ ધ્યાન રાખો કે લોટ નરમ ન થઇ જાય અને ન તો વધારે કઠણ.. તે સિવાય ફાફડા હંમેશા ગરમ તેલમાં જ તરવા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન