મધર્સ ડે પર બનાવો મસાલેદાર ચણા જોર ગરમ, મમ્મી થઇ જશે ખુશ - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • મધર્સ ડે પર બનાવો મસાલેદાર ચણા જોર ગરમ, મમ્મી થઇ જશે ખુશ

મધર્સ ડે પર બનાવો મસાલેદાર ચણા જોર ગરમ, મમ્મી થઇ જશે ખુશ

 | 12:48 pm IST
  • Share

આજે અમે તમારા માટે એક ખાસ રેસિપી લઇને આવ્યા છીએ જે દરેક એટલે દરેક લોકોની ફેવરિટ હોય છે. તમે ક્યાંય ફરવા જતા હશો તો તમે નાસ્તામાં જરૂરથી ટ્રાય કરતા હશો. તો આજે અમે તમારા માટે ચણા જોર ગરમની રેસિપી લઇને આવ્યા છીએ. જેને સ્ટ્રીટ ફૂડ પણ કહેવાય છે.

ખાસ કરીને તમે ચણા જોર ગરમ બહાર જ ટ્રાય કર્યા હશે. તો આજે અમે તમારા માટે ચણા જોર ગરમ ઘરે કેવી રીતે સહેલાઇથી ઘરે બનાવાય તેની રીત લઇને આવ્યા છીએ જે તમે નોંધી લો અને ઘરે જ બનાવો સ્વાદિષ્ટ અને ચટપટા ચણા જોર ગરમ..

સામગ્રી

100 ગ્રામ – કાળા( દેશી) ચણા (બાફેલા)

1 નંગ – ઝીણી સમારેલી ડુંગળી

2 નંગ – ઝીણા સમારેલા લીલા મરચાં

2 ચમચી – કોથમીર

2 ચમચી – ટામેટા (ઝીણા સમારેલા)

1/2 ચમચી – લાલ મરચું

1/2 ચમચી – ગરમ મસાલો

1 ચમચી – લીંબુનો રસ

સ્વાદાનુસાર – મીઠું

પ્રમાણુસાર – તેલ

બનાવવાની રીત

સૌ પ્રથમ તમે બાફેલા દેશી ચણા લો અને તેને થોડા-થોડા કરીને વેલણથી દબાવીને તેને ચપટા કરી લો. હવે ગેસ પર એક પેનમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમા ચપટા કરેલા ચણા ઉમેરીને તરી લો. તરતા પહેલા ઉપરથી ચણા પર થોડૂક મીઠું ઉમેરી લો.

ચણા આછા બ્રાઉન રંગના થાય એટલે તેને ટિશ્યૂ પેપર પર નીકાળી લો. તેલ શોષી લે એટલે તમે તેને એક બાઉલમાં નીકાળી લો અને તેની પર તમે ડુંગળી, મરચા, ટામેટા, લીંબુનો રસ અને કોથમીર ઉમેરીને મિક્સ કરી લો. તૈયાર છે મસાલેદાર ચણા જોર ગરમ..

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો