કુકરમાં આ રીતે 30 મિનિટમાં ઘરે જ બનાવો ચોકલેટ કેક - Sandesh
  • Home
  • Food & Travel
  • કુકરમાં આ રીતે 30 મિનિટમાં ઘરે જ બનાવો ચોકલેટ કેક

કુકરમાં આ રીતે 30 મિનિટમાં ઘરે જ બનાવો ચોકલેટ કેક

 | 6:04 pm IST

સંબંધોમાં મીઠાસ લાવનારો દિવસ એટલે ચોકલેટ ડે.ચોકલેટનું નામ સાંભળીને જ મોંઢામાં પાણી આવી જતું હોય છે.ચોકલેટ નાનાં-મોટાં સૌની પ્રિય હોય છે. તો ચોકલેટ ડેના દિવસે ઘરે કેવી રીતે સહેલાઇથી ચોકલેટ કેક બનાવાય તે અંગે અમે તમને જણાવીશું. તો કેટલાક લોકો વેજિટેરિયન હોવાના કારણે કેક ખાઇ શકતા નથી માટે એગલેસ કેક ઘરે સહેલાઇથી બનાવી શકાશે.

સામગ્રી
2 કપ – મેંદો
2 ચમચી – બેકિંગ પાઉડર
1/2 ચમચી – બેકિંગ સોડા
3/4 કપ કંડેસ્ડ દૂઘ
1/4 કપ કોકો પાઉડર
1/4 કપ – પીગળેલું માખણ
1/2 મોટી ચમચી – વેનીલા એસેન્સ
3/4 – પીસેલી ખાંડ (બુરુખાંડ)
1 ચપટી – મીઠું
1 કપ – મેલ્ટ ચોકલેટ

બનાવવાની રીત
સૌ પ્રથમ એગલેસ ચોકલેટ કેક બનાવવા માટે એક વાસણ લો. તેમા મેંદો, કોકો પાઉડર, ખાંડસ બેકિંગ પાઉડર અને બેકિંગ સોડા બરાબર મિક્સ કરો. તે બાદ એક બાઉલમાં વેનીલા એસેન્સ, માખણ અને કંડેસ્ડ દૂધને ફેટી લો. તે બાદ મેંદાના મિશ્રણ અને કંડેસ્ડ દૂધને મિક્સરમાં બરાબર ફેંટી લઇને પેસ્ટ બનાવી લો. હવે તૈયાર કેક બેટરને એક પેનમાં નીકાળી લો. તે બાદ પ્રેશર કુકરને ઢાંકીને તેજ આંચ 5 મિનિટ સુધી ગરમ કરો. કુકર બરાબર ગરમ થઇ જાય એટલે બેકિંગ પેનને કુકરની અંદર મુકી ઢાંકી દો, ધીમી આંચ પર કેકને અડધા કલાક સુધી બેક કરો. ધ્યાન રહે કે કુકરમાં પાણી ઉમેર્યા વગર કેક બેક કરવાની છે. કેક બેક થઇ જાય એટલે તેને બહાર નીકાળી લો. કેક પર તમે મેલ્ટ ચોકલેટ ફેલાવી દો. હવે તેને ગાર્નિશ કરવા માટે તમે ચોકલેટની છીણથી પણ ગાર્નિશ કરી શકો છો.