આ રીતે ઘરે બનાવો Yammi ચોકલેટ ચિપ્સનો આઇસ્ક્રીમ - Sandesh
  • Home
  • Food & Travel
  • આ રીતે ઘરે બનાવો Yammi ચોકલેટ ચિપ્સનો આઇસ્ક્રીમ

આ રીતે ઘરે બનાવો Yammi ચોકલેટ ચિપ્સનો આઇસ્ક્રીમ

 | 6:17 pm IST

ચોકલેટનું નામ સાંભળતાની સાથે જ નાનાથી લઇને મોટા લોકોના મોંમાં પાણી આવી જાય છે. તો આઇસ્ક્રીમ પણ દરેક લોકોનો ફેવરિટ હોય છે અને જો આવી ગરમીમાં ઠંડો આઇસ્ક્રીમ અને તેમા નાના-નાના ચોકલેટના ટૂકડા જે આઇસ્ક્રીમનો સ્વાદ બમણો કરી દે છે. ઘરે બનાવવામાં આવેલા ચોકલેટ ચિપ્સનો સ્વાદ કઇક અલગ જ હોય છે. તો આવો જોઇએ ઘરે કેવી રીતે બનાવાય ચોકલેટ ચિપ્સ આઇસ્ક્રીમ

સામગ્રી
500 ગ્રામ – ફુલ ક્રીમ મિલ્ક
2 ચમચી – વેનીલા કસ્ટર્ડ પાઉડર
1 કપ – ક્રીમ
150 ગ્રામ – ખાંડ
1/4 કપ – ચોકલેટ (ખમણેલી)

બનાવવાની રીત
સૌ પ્રથમ કસ્ટર્ડને અડધા કપ દૂધમાં મિક્સ કરી લો. તેને બરાબર હલાવી લો. હવે કોઇ વાસણમાં આ દૂધ ગરમ કરવા મૂકો. તેને બરાબર ઉકળવા દો. ઉભરો આવ્યા બાદ 5-6 મિનિટ રહેવા દો અને તેમા ખાંડ ઉમેરીને બરાબર મિક્સ કરી લો. ચોકલેટ ચિપ્સ આઇસ્ક્રીમ માટે કસ્ટર્ડ દૂધનું મિશ્રણ તૈયાર છે. મિશ્રણને નોર્મલ તાપમાન પર આવ્યા બાદ, ચોકલેટ ચિપ્સ આઇસક્રીમ માટે કસ્ટર્ડ એકદમ ઠંડુ હોવું જોઇએ.ઠંડા કસ્ટર્ડમાં ક્રીમ અને એક ચમચી ચોકલેટ ઉમેરી તેને બરાબર ફેટી લો. આ મિશ્રણમાં ચોકલેટના ટૂકડા મિક્સ કરો. હવે એર ટાઇટ કન્ટેનરમાં આ મિશ્રણને ભરીને આઇસ્ક્રીમ માટે જામે તે માટે તેને ફ્રીઝરમાં રાખી દો. હવે 2 કલાક બાદ આઇસ્ક્રીમ હળવો જામી જાય એટલે તેને ફરીથી ફેટી લો. ત્યાર પછી ફરી 4-6 કલાક આઇસ્ક્રીમને ફ્રીઝરમાં રાખો. તૈયાર છે ચોકલેટ ચિપ્સ આઇસ્ક્રીમ..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન