ટેસ્ટી ચોકલેટ કોકોનટ પનીર પુડિંગ આ રીતે બનાવો ઘરે - Sandesh
  • Home
  • Food & Travel
  • ટેસ્ટી ચોકલેટ કોકોનટ પનીર પુડિંગ આ રીતે બનાવો ઘરે

ટેસ્ટી ચોકલેટ કોકોનટ પનીર પુડિંગ આ રીતે બનાવો ઘરે

 | 1:51 pm IST

ચોકલેટનું નામ સાંભળીને જ મોંઢામાં પાણી આવી જતું હોય છે.ચોકલેટ નાનાં-મોટાં સૌની પ્રિય હોય છે. ચોકલેટનું નામ આવતાની સાથે જ દરેક લોકોના મોંમાં પાણી આવી જાય છે. તો આજે ફરી અમે તમારા માટે ચોકલેટની એક વાનગી લઇને આવ્યા છીએ.જે ખાવામા ટેસ્ટી અને ઘરે ઝડપથી બનાવી પણ શકો છો. તો આવો જોઇએ ઘરે કેવી રીતે બનાવાય ચોકોલેટ કોકોનટ પનીર પુડિંગ..

સામગ્રી
8-10 નંગ – ગ્લૂકોઝ બિસ્ટિકનો ભૂખો
1/4 કપ – નારિયેળનું બુરુ
2 મોટી ચમચી – પીસેલી ખાંડ
1/2 કપ – ખમણેલુ પનીર
1/4 કપ – બ્રાઉન ચોકોલેટ

સજાવટ માટે
ખમણેલું પનીર
ફેટેલુ ક્રીમ કે વેનીલા કસ્ટર્ડ
બદામ

બનાવવાની રીત
સૌ પ્રથમ બિસ્ટકીટના ભૂખાને એક બાઉલમાં લો. હવે તેમા નારિયેળનું બુરુ, પીસેલી ખાંડ, ખમણેલું પનીર, બ્રાઉન ચોકોલેટ બરાબર મિક્સ કરી લો. આ સામગ્રીને કોઇ સર્વિંગ બાઉલમાં યોગ્ય રીતે સેટ કરીને ફ્રીજમાં બે કલાક મૂકી દો. સર્વ કરતાં સમયે તેમા ખમણેલું પનીર, ક્રીમ કે કસ્ટર્ડ, બદામની કતરણ તેમજ ચોકલેટથી ગાર્નિશ કરી શકો છો. તૈયાર છે ચોકોલેટ કોકોનટ પનીર પુડિંગ..