આ રીતે ઘરે બનાવો ટેસ્ટી ચોકલેટ સ્વીટહાર્ટ કુકીઝ – Sandesh
NIFTY 10,452.30 -93.20  |  SENSEX 34,010.76 +-286.71  |  USD 64.2100 +0.30
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Food & Travel
  • આ રીતે ઘરે બનાવો ટેસ્ટી ચોકલેટ સ્વીટહાર્ટ કુકીઝ

આ રીતે ઘરે બનાવો ટેસ્ટી ચોકલેટ સ્વીટહાર્ટ કુકીઝ

 | 8:51 pm IST

ચોકલેટ પસંદ કરનારાઓ માટે અમે ખાસ રેસિપી લઇને આવ્યા છે. આ રેસિપીને તમે ચા કે કોફી સાથે એન્જોય કરી શકો છો. તેનું લુક અને સ્વાદ બન્ને તમારુ દિલ ખુશ કરી દેશે. આજે અમે તમારા માટે બનાવીશું ચોકલેટ સ્વીટહાર્ટ કુકીઝ.. તે બનાવવામાં સહેલા છે.

સામગ્રી
1 કપ – મેંદો
1 નાની ચમચી – કોકો પાઉડર
1/2 નાની ચમચી – બેકિંગ સોડા
1/4 ચમચી – મીઠું
120 ગ્રામ – કટ કરેલી ચોકલેટ
4 મોટી ચમચી – માખણ(મીઠા વગરનું)
1/2 કપ – બ્રાઉન શુગર

બનાવવાની રીત
સૌ પ્રથમ એક બાઉલમાં મેંદો, કોકો પાઉડર, બેકિંગ સોડા અને મીઠું મિક્સ કરો. ગેસ પર એકમાં અડધો કપ પાણી ગરમ કરો. હવે તેમા ચોકલેટ, માખણ અને બ્રાઉન શુગર બરાબર પીગળવા દો. ગેસ બંદ કરીને ચોકલેટ અને માખણના મિશ્રણને ઠંડુ થવા દો. મેલ્ટ ચોકલેટને બરાબર ફેટી લો. હવે ચોકલેટના મિશ્રણને મેંદાના મિશ્રણમાં ઉમેરીને બરાબર લોટ બાંધી દો. હવે ઓવનને 350 ડિગ્રી પર પ્રીહીટ કરો. હવે મેંદાની ગોળ લૂઆ બનાવીને તેને હથેળી વચ્ચે દબાવી દો. તે બાદ તેને 2 ઇંચના હાર્ટ શેપ કુકીઝ કટરથી મેંદાના લૂઆ કટ કરી લો. હવે તેને બેકિંગ ટ્રેમાં રાખો. ટ્રેને ઓવનમાં રાખીને 8થી 10 મિનિટ સુધી કુકીઝને બેક કરો. જ્યારે કુકીઝ બની જાય તો આ ટ્રેને બહાર નીકાળી દો. તૈયાર છે ચોકલેટ સ્વીટહાર્ટ કુકીઝ.. તેને ઠંડુ કરવા માટે પ્લેટમાં કોફી કે ચા સાતે સર્વ કરો.