માત્ર 25 મિનિટમાં ઘરે બનાવી શકો છો ટેસ્ટી ચોકલેટ લાવા કેક - Sandesh
NIFTY 10,817.70 +9.65  |  SENSEX 35,622.14 +22.32  |  USD 68.0100 +0.39
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Food & Travel
  • માત્ર 25 મિનિટમાં ઘરે બનાવી શકો છો ટેસ્ટી ચોકલેટ લાવા કેક

માત્ર 25 મિનિટમાં ઘરે બનાવી શકો છો ટેસ્ટી ચોકલેટ લાવા કેક

 | 4:40 pm IST

ચોકો લાવા કેક એક લોકપ્રિય વાનગી છે. જે ભારતમાં બહુ લોકપ્રિય છે. તેને તમે કોઇપણ વિશેષ અવસર પર સર્વ કરી શકો છો. તો ચોકલેટ ડે નિમિતે પણ તમે ચોકો લાવા કેક ઘરે બનાવી શકો છો. ચોકો લાવા કેક નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય છે. તો તમે ઘરે પણ રેસ્ટોરન્ટ સ્ટાઇલ ચોકો લાવા કેક બનાવી શકો છો. આ કેક બનાવવી ખૂબ સહેલી છે. જેની તૈયારીમાં ફક્ત 5 મિનિટ અને બનાવવામાં 20 મિનિટ જ લાગે છે. તો આલો જોઇએ કેવી રીતે ઘરે બનાવાય ચોકો લાવા કેક..

સામગ્રી
1/2 કપ – મેંદો
1/2 કપ – પીસેલી ખાંડ
1/4 કપ – કોકો પાઉડર
1/2 ચમચી – બેકિંગ પાઉડર
3/4 કપ – દૂધ
10 ગ્રામ – ડાર્ક ચોકલેટ
2 ચમચી – માખણ

બનાવવાની રીત
સૌ પ્રથમ મેંદો, ખાંડ, કોકો પાઉડર, બેકિંગ પાઉડર એક સાથે ચાળી લો . હવે તેમા અડધો કપ દૂધ મિક્સ કરી લો. ગટ્ટ મિશ્રણ તૈયાર કરો. ડાર્ક ચોકલેટને પીગાળી લો. હવે પીગળેલી ચોકલેટમાં માખણ મિક્સ કરો. ચોકલેટ અને માખણના મિશ્રણને કેકના મિશ્રણમાં મિક્સ કરો. હવે વધેલું દૂધ તેમા ઉમેરી પાતળું મિશ્રણ તૈયાર કરો. હવે માખણ લગાવેલા કપ કેકમાં 3/4 જેટલું મિશ્રણ ભરો. તે બાદ 180 ડિગ્રી પર ઓવન ગરમ કરો. તેમા મિશ્રણ ભરેલા કપ કેક મુકો. હવે તેને 10 મિનિટ સુધી બેક કરો. તૈયાર છે ચોકલેટ લાવા કેક..કેક પર ખાંડના પાઉડર અને ચોકલેટના પાઉડરથી ડસ્ટિંગ કરો. તેમજ સ્ટ્રોબરી અને વેનીલા આઇસ્ક્રીમથી ગાર્નિશ કરી શકો છો.