બાળકો પણ હોંશે હોંશે ખાશે આ ચોકલેટના પરાઠા - Sandesh
NIFTY 10,817.70 +9.65  |  SENSEX 35,622.14 +22.32  |  USD 68.0100 +0.39
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Food & Travel
  • બાળકો પણ હોંશે હોંશે ખાશે આ ચોકલેટના પરાઠા

બાળકો પણ હોંશે હોંશે ખાશે આ ચોકલેટના પરાઠા

 | 1:17 pm IST

બાળકોથી લઇને મોટા લોકોને ચોકલેટ ખૂબ પસંદ હોય છે. ચોકલેટથી બનેલી દરેક વસ્તુ ખાસ કરીને બાળકોને ખૂબ પસંદ હોય છે. તે ખાવામાં સ્વાદિષ્ટ અને મીઠી હોય છે. જેથી આજે અમે તમારા માટે સૌથી અલગ રેસિપી લઇને આવ્યા છીએ. જે તમે બાળકોને ટિફીનમાં પણ આપી શકો છો. તો આજે બનાવીશુ ચોકલેટી પરાઠા… જે ઝડપથી અને સહેલાઇથી બની જશે.

સામગ્રી
1 કપ – ચોકલેટ
3 કપ – ઘઉંનો લોટ
1 કપ – તેલ
સ્વાદાનુસાર – મીઠું

બનાવવાની રીત
સૌ પ્રથમ એક વાસણમાં લોટ, મીઠું અને પાણી ઉમેરી નરમ લોટ બાંધી લો. હવે લોટના લૂઆ કરી તેને પરાઠા આકારમાં વણી લો. હવે વણેલા પરાઠામાં વચ્ચે મેલ્ટ કરેલી ચોકલેટ મૂકો અને તેને ફેલાવી લો. હવે આ પરાઠાને ફરીથી બરાબર બંધ કરી લો અને તેને ફરીથી વણી લો. તે બાદ તવી ગરમ કરો. હવે તવા પર તેલ લગાવી પરાઠાને બન્ને બાજુથી બરાબર શેકી લો. આમ પરાઠા બન્ને બાજુથી બ્રાઉન કલરના થાય ત્યાં સુધી શેકી લો. તૈયાર છે ચોકલેટના પરાઠા… પરાઠા પર મેલ્ટ ચોકલેટ અને છીણેલી ચોકલેટથી ગાર્નિસ કરી શકો છો. ગરમા ગરમ પરાઠા સર્વ કરી શકો છો.