આ રીતે ઘરે બનાવો હેલ્ધી દહીં અને ફ્રૂટનું સલાડ - Sandesh
  • Home
  • Food & Travel
  • આ રીતે ઘરે બનાવો હેલ્ધી દહીં અને ફ્રૂટનું સલાડ

આ રીતે ઘરે બનાવો હેલ્ધી દહીં અને ફ્રૂટનું સલાડ

 | 12:37 pm IST

ગરમીની ઋતુમાં લોકો ઠંડક મેળવવા અવનવી વાનગીઓ બનાવતા હોય છે. ગરમીની ઋતુમાં દહીં તાજગી અને ઠંડક આપે છે.તો ફળ ખાવાથી પણ સ્વાસ્થ્ય સારુ રહે છે. તો અમે પણ આજે તમારા માટે એક હેલ્ધી વાનગી લઇને આવ્યા છીએ. જે બાળકોને પણ ખૂબ પસંદ આવશે. આવો જોઇએ કેવી રીતે બનાવાય દહીં અને ફ્રૂટનું સલાડ..

સામગ્રી
2 કપ – ઠંડુ દહીં
1 કપ – સમારેલા કેરીના ટૂકડા
1 કપ – સ્ટ્રોબેરીના ટૂકડા
4 મોટી ચમચી – મધ
2 મોટી ચમચી – મધ
1 નંગ – કીવીના ટૂકડા
1 મોટી ચમચી – કિશમિશ

બનાવવાની રીત
સૌ પ્રથમ એક કપ કે ગ્લસ લો. તેમા આશરે અડધો કપ દહીં ઉમેરો. દહીંની ઉપર સમારેલી કેરી, સ્ટ્રોબેરીના ટૂકડા ઉમેરો. હવે ફળની ઉપર 2 નાની ચમચી મધ ઉમેરીને બરાબર ફેલાવો. હવે ઉપરથી થોડાક અખરોટ અને કિશમિશ ઉમેરો. હવે એકવાર ફરી દહીં ઉમેરી તેની પર કેરી અને સ્ટ્રોબેરી ઉપરથી ઉમેરો. ફરીથી મધ ઉમેરીને સૂકો મેવો ઉમેરો. તૈયાર છે સ્વાદથી ભરપૂર દહીં અને ફ્રૂટનું સલાડ…

નોટ
તમે તમારી પસંદના ફળ અને સૂકા મેવા ઉમેરી શકો છો.