Food delivery companies lose Rs 1,371 crore in two years
  • Home
  • Business
  • ફૂડ ડિલિવરી કરનારી કંપનીઓને બે વર્ષમાં ૧,૩૭૧ કરોડ રૂ.નું નુકસાન

ફૂડ ડિલિવરી કરનારી કંપનીઓને બે વર્ષમાં ૧,૩૭૧ કરોડ રૂ.નું નુકસાન

 | 12:39 am IST

એપ દ્વારા ઓર્ડર લઈને ફૂડની ડિલિવરી દેશમાં સૌથી ઝડપથી વિકસતા જતા વ્યવસાય પૈકી એક છે.  સ્વીગી, ઝોમેટો, ઉબેર ઇટ્સ અને ફૂડ પાંડા જેવી કંપનીઓ વધુને વધુ ગ્રાહકો મેળવવામાં તરેહ તરેહના ડિસ્કાઉન્ટ આપી રહી છે. આથી, તેમને કરોડો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે.

૨૦૧૮ના માર્ચમાં પૂરા થયેલા નાણાકીય વર્ષમાં આ કંપનીઓને કુલ રૂ.૭૩૧ કરોડનું નુકસાન થયું હતું અને છેલ્લાં બે વર્ષમાં આ નુકસાન રૂ.૧,૩૭૧ કરોડ ઉપર પહોંચ્યું હતું.   સ્વીગીએ છેલ્લાં બે વર્ષમાં સૌથી વધુ રૂ. ૬૦૨ કરોડનું નુકસાન કર્યું છે. ત્યાર પછીના ક્રમે ઝોમેટો આવે છે. હાલમાં દેશમાં આ બંને કંપનીઓ ફૂડ ડિલિવરી કરનારી સૌથી મોટી કંપનીઓ છે. સ્વીગી દેશમાં આ ક્ષેત્રની એકમાત્ર યુનિકોર્ન (૧૦૦ કરોડ ડોલરથી વધુ મૂલ્ય ધરાવતી) કંપની છે.  ફૂડ ડિલિવરી કરનારી કંપનીઓએ છેલ્લાં બે વર્ષમાં કરોડો રૂપિયાનું નુકસાન કર્યું છે. આમ છતાં તેઓ દર મહિને રૂ.૫.૫ કરોડના ઓર્ડર લઈ રહી છે.

ફૂલ ડિલિવરી કરનારી કંપનીઓના નુકસાન વહન કરવા પાછળ તર્કસંગત કારણ છે. ગ્રાહકોની દિનચર્યામાં તેમનું એપ સામેલ થાય અને વધુને વધુ ગ્રાહકો તેમની સાથે જોડાય એ જ એકમાત્ર ઉદ્દેશ આ કંપનીઓનો છે.  નિષ્ણાતોએ જણાવ્યું હતું કે ૨૦૨૧ સુધીમાં દેશમાં એપ દ્વારા ફૂડ ડિલિવરીનો બિઝનેસ ચાર ગણો વધીને ૨.૫ અબજ ડોલર (રૂ.૧૭.૭ હજાર કરોડ) થવાની શક્યતા છે.  દેશમાં સ્માર્ટ ફોનની સંખ્યામાં વધારાને કારણે ફૂડ ડિલિવરીના બિઝનેસમાં પણ તેજી જોવાઈ રહી છે.  સ્વીગી અને ઝોમેટોએ છેલ્લાં એક વર્ષમાં રૂ.૧૪,૦૦૦ કરોડનું રોકાણ મેળવ્યું હતું. તેમાં ૫૦ ટકાથી વધુ રોકાણ સ્વીગીના હિસ્સે આવ્યું હતું.  ઓલાની માલિકી ધરાવતી કંપની ફૂડ પાંડા પોતાની કામગીરી ઝડપી બનાવવા રૂ.૧.૪ હજાર કરોડનું રોકાણ લાવવાની છે.

બિઝનેસમાં સ્પર્ધાને કારણે ડિસ્કાઉન્ટની ઓફર 

સતત ખર્ચમાં વધારો થઈ રહ્યો છે એમ છતાં બિઝનેસમાં સ્પર્ધાને કારણે ડિસ્કાઉન્ટની ઓફર આજની તારીખમાં પણ કરવામાં આવી રહી છે. ઝોમેટો, ઉબેર ઇટ્સ અને ફૂડ પાંડા દ્વારા હાલમાં અનેક પ્રોડક્ટસ ઉપર ૫૦ ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે.

સ્વીગી અને ઝોમેટોને મળે છે ૮૧ ટકા ઓર્ડર

દેશમાં મુખ્ય ફૂડ કંપનીઓ પૈકી સ્વીગીનેરૂ. ૨.૫ કરોડ અને ઝોમેટોને રૂ. ર કરોડના ઓર્ડર મળે છે. કુલ ઓર્ડરમાં તેમનો હિસ્સો ૮૧ ટકા છે. બાકીના ઓર્ડર ઉબર ઇટ્સ અને ફૂડ પાંડાને હિસ્સે આવે છે.

છેલ્લાં બે વર્ષમાં કોની, કેટલી આવક

કંપની વર્ષ ૨૦૧૬-૧૭ વર્ષ ૨૦૧૭-૧૮
    ઝોમેટો                        ૩૩૨ ૪૬૬
ફૂડ પાંડા ૪૫  ૮૯
સ્વીગી    ૧૩૩ ૪૪૨
(આવક રૂપિયા કરોડમાં)

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

;