Food Ganesh coconut modak recipe
  • Home
  • Featured
  • કોકોનેટ મોદક ઘરે જ બનાવી ગણેશજીને ભોગ ચઢાવો

કોકોનેટ મોદક ઘરે જ બનાવી ગણેશજીને ભોગ ચઢાવો

 | 11:36 am IST

મોદકને ભગવાન ગણેશનો પ્રિય પ્રસાદ માનવામાં આવે છે. ગણેશ પૂજાના અવસર પર મોદક દરેક ઘરમાં બનાવવામાં આવે છે. સૌથી વધારે નારિયેળના મોદક બનાવવામાં આવે છે. તો ચાલો જોઇએ કેવી રીતે બનાવાય કોકોનટ મોદક..

સામગ્રી
1 કપ – નારિયેળનું છીણ
1/2 કપ – કંડેસ્ડ મિલ્ક
1/4 નાની ચમચી – ઇલાયચી પાઉડર
1 મોટી ચમચી – કાજૂ (સમારેલા)
1 મોટી ચમચી – ઘી

બનાવવાની રીત
સૌ પ્રથમ નારિયેળના મોદક બનાવવા માટે મીડિયમ આંચ પર એક કઢાઇમાં ઘી ગરમ કરી લો. હવે નારિયેળની છીણ ઉમેરીને તેને શેકી લો. ત્યાર પછી કંડેસ્ડ મિલ્ક ઉમેરીને તેને બરાબર મિક્સ કરી લો અને સતત 1-2 મિનિટ હલાવતા રહો. હવે તેમા ઇલાયચી પાઉડર ઉમેરો અને ગેસની આંચ બંધ કરી લો. તેને ઠંડું થવા રાખો. મિશ્રણ ઠંડુ થાય એટલે તેમા મોદકના સાંચામાં ઘી લગાવો અને મિશ્રણની વચ્ચે કાજૂ ઉમેરી સંચો બંધ કરી લો. તેને બહાર નીકાળી લો. તૈયાર છે કોકોનટ મોદક..

આ પણ વાંચો :  ગણેશ ચતુર્થીએ ઘરે જ મોદક બનાવી ચઢાવો પ્રસાદ