Food ganesha festival chocolate almond penda recipe
  • Home
  • Featured
  • ચોકલેટ બદામ પેંડા ઘરે જ બનાવો અને પ્રસાદમાં ધરાવો

ચોકલેટ બદામ પેંડા ઘરે જ બનાવો અને પ્રસાદમાં ધરાવો

 | 11:39 am IST

ચોકલેટ એક એક વસ્તુ છે જે નાનાથી લઇને મોટા દરેક લોકોને ભાવે છે. તો આજે અમે તમારા માટે વધુ એક રેસીપી લઇને આવ્યા છીએ જે ખાવામાં ટેસ્ટી અને ઝડપથી બની જશે. તો રોજ-રોજ મોદક નહીં તમે પ્રસાદમાં ચોકલેટી પેંડા પણ ધરાઇ શકો છો. ચાલો જોઇએ કેવી રીતે બનાવાય ચોકલેટી પેંડા… જેમા તમે સૂકો મેવો પણ ઉમેરી શકો છો.

સામગ્રી
250 ગ્રામ – બદામ (પલાળેલી)
2 મોટી ચમચી – ઘી
2 ચમચી – કોકો પાઉડર
100 ગ્રામ – કંડેસ્ડ મિલ્ક
2 મોટી ચમચી – બદામ (કતરન)

બનાવવાની રીત
સૌ પ્રથમ ચોકલેટ બદામ પેંડા બનાવવા માટે બદામની છાલ ઉતારીને તેને બારીક પીસી લો. હવે મીડિયમ આંચ પર એક કઢાઇ ગરમ કરો. તેમા ઘી ગરમ કરો. હવે ઘી ગરમ થાય એટલે તેમા કંડેંસ્ડ મિલ્ક અને કોકો પાઉડર ઉમેરી બરાબર મિક્સ કરી લો. ધ્યાન રહે કે તેમા ગાંઠ ન પડે. જેથી વચ્ચે-વચ્ચે હલાવતા રહો. હવે તેમા બદામની પેસ્ટ ઉમેરી ઉમેરીને બરાબર મિક્સ કરી લો. જ્યાં સુધી પેસ્ટ કંડેસ્ડ મિલ્કની ચાસણીને પૂર્ણ રીતે શોષી ન લે. હવે બદામના મિશ્રણને બરાબર ચઢવા દો.

આ પણ વાંચો : સાદા નહીં, આ રીતે ઘરે જ બનાવો ચોકલેટ મોદક

હવે ગેસની આંચ બંધ કરી દો. હવે થોડીક વખત તેને ઠંડુ થવા દો. ત્યાર પછી હથેળીમાં ઘી લગાવીને તેના નાના-નાના પેંડા બનાવી લો. હવે પેંડામાં વચ્ચે જગ્યા રાખો. તેમા બદામની કતરન રાખો. તૈયાર છે ચોકલેટ બદામ પેંડા…