Food Ganesha Festival make tasty kesar shrikhand
  • Home
  • Featured
  • મોદક નહીં, આજે ભગવાન ગજાનનને ચઢાવો કેસર શ્રીખંડનો ભોગ

મોદક નહીં, આજે ભગવાન ગજાનનને ચઢાવો કેસર શ્રીખંડનો ભોગ

 | 11:34 am IST

ગણેશ ચતુર્થીના દિવસે દેશભરમાં ભગવાન ગણેશની મુર્તિની સ્થાપના કરવામાં આવે છે. આ ઉત્સવ 10 દિવસ સુધી મનાવવામાં આવે છે. આ દરમ્યાન ગણેશદી સવાર-સાંજ પૂજા અને આરતી કરીને ભોગ ધરાવવામાં આવે છે. એવામાં તમે રોજ અલગ- અલગા વાનગીઓ બનાવવાનો ટ્રાય કરો છો. તો આજે અમે તમારા માટે શ્રીખંડની રેસીપી લઇને આવ્યા છીએ જે તમે ઘરે જ બનાવીને ગજાનને પ્રસાદ તરીકે ચઢાવી શકો છો. તો ચાલો જોઇએ કેવીરીતે બનાવાય શ્રીખંડ…

સામગ્રી
2 ચમચી – દૂધ
50 ગ્રામ – ક્રીમ
50 ગ્રામ – પનીર
2 ચમચી – ખાંડ
1/4 ચમચી – કેસર (પલાળેલું)
1/4 ચમચી – દહીં (ફેંટેલું)
1 ચમચી – પિસ્તા
1/2 ચમચી – પિસ્તા (ગાર્નિશ)

બનાવવાની રીત
સૌ પ્રથમ એક મલમલનું સ્વચ્છ કપડું લઇ લો અને તેમા દહીં ઉમેરો. કાપડને દબાવીને તેમાથી પાણી નીકાળી લો અને બચેલા દહીં ને એક વાસણમાં લઇ લો. હવે દહીં, ક્રીમ, પનીરને મિક્સ કરીને બ્લેન્ડરની મદદથી મિક્સ કરી લો. હવે એક અન્ય વાસણમાં દૂધ, ખાંડ, પિસ્તા અને પલાળેલા કેસરને બરાબર મિક્સ કરી લો. હવે તેને 2-3 કલાક ફ્રીઝમાં રાખી લો. ઠુંડુ થવા પર આ સામગ્રીને દહીં, ક્રીમ અને પનીરના તૈયાર મિશ્રણમાં ઉમેરો. હવે તેમા પિસ્તાની કતરણ ઉપરથી નાખીને ગાર્નિશ કરી લો. તૈયાર છે કેસર શ્રીખંડ..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન