આ રીતે ઘરે બનાવો ખાટી-મીઠી દ્રાક્ષનું શાક - Sandesh
  • Home
  • Food & Travel
  • આ રીતે ઘરે બનાવો ખાટી-મીઠી દ્રાક્ષનું શાક

આ રીતે ઘરે બનાવો ખાટી-મીઠી દ્રાક્ષનું શાક

 | 7:34 pm IST

દ્રાક્ષ ખાટી હોય કે મીઠી પરંતુ તે જોતા જ દરેક લોકોના મોંમાં પાણી આવી જાય છે. દ્રાક્ષ દરેક લોકોને ભાવે છે. તમે અવારનવાર ફ્રૂટ સલાડમાં કે રાયતામાં તમે દ્રાક્ષ ટ્રાય કરી હશે. પરંતુ શુ તમે ક્યારેય દ્રાક્ષનું શાક ટ્રાય કર્યું છે. તે સહેલાઇથી અને ઝડપથી બની જાય છે. તો આવો જોઇએ કેવી રીતે બનાવાય દ્રાક્ષનું શાક..

સામગ્રી
200 ગ્રામ – લીલી દ્રાક્ષ
1 નંગ – ડુંગળી
2 નંગ – લીલા મરચાં
1 નંગ – ટામેટું
2 ચમચી – તેલ
2 ચમચી – માવો
1/4 ચમચી – હળદર
1/2 ચમચી – જીરૂ
2 મોટી ચમચી – કોથમીર
2 મોટી ચમચી – ક્રીમ
સ્વાદાનુંસાર – મીઠું

બનાવવાની રીત
સૌ પ્રથમ ડુંગળી, ટામેટા, લીલા મરચાંને મિક્સ કરીને મિક્સરમાં પીસી લો. હવે એક પેનમાં તેલ ગરમ કરો અને તેમા જીરૂ ઉમેરો. તે બાદ તેમા ડુંગળી,ટામેટા અને મરચાંની પેસ્ટ ઉમેરો. તે બરાબર સાંતળી લો. તે બાદ તેમા હળદર ઉમેરી 1 મિનિટ સુધી રહેવા દો. હવે તેમા માવો ઉમેરી 2 મિનિટ સુધી રહેવા દો. તેમા 1 કપ પાણી ઉમેરી ઉકળવા દો. હવે તેમા દ્રાક્ષ ઉમેરી 5 મિનિટ ઢાંકીને રાખી મૂકો. તે બાદ તેમા ક્રીમ ઉમેરી તેમા લીલી કોથમીર બરાબર મિક્સ કરી લો. આ શાકને તમે પૂરી, પરાઠા કે નાન સાથે ગરમા ગરમ સર્વ કરો.