સાદા નહીં, હવે ઘરે ઝટપટ બનાવો 'વાટીદાળના ખમણ' - Sandesh
  • Home
  • Food & Travel
  • સાદા નહીં, હવે ઘરે ઝટપટ બનાવો ‘વાટીદાળના ખમણ’

સાદા નહીં, હવે ઘરે ઝટપટ બનાવો ‘વાટીદાળના ખમણ’

 | 4:52 pm IST

ખમણ-ઢોકળાએ ગુજરાતી વાનગી છે. વળી તે સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે બનાવવા બિલકુલ સરળ છે. ખમણ ઢોકળામાં તેલ બહુ જ ઓછુ હોવાના કારણે તે હેલ્ધી અને ડાયેટ માટે પણ બેસ્ટ છે. ખમણનું નામ બોલતા કે સાંભળતા જ મોંમાં પાણી આવી જાય છે. તો આજે અમે તમારા માટે વાટીદાળના ખમણ કેવી રીતે બનાવવા તેની રેસિપી લઇને આવ્યા છીએ. જે બનાવવામાં સહેલા અને સ્વાદિષ્ટ હોય છે.

સામગ્રી
1 કપ – ચણાની દાળ
1 ચમચી – લીંબુનો રસ
2 ચમચી – ખાટું દહીં
1 ચમચી – આદુ-મરચાની પેસ્ટ
1/3 ચમચી – બેકિંગસોડા (ઇનો)
1/8 ચમચી – હળદર
1 ચમચી – તેલ
1 કપ – પાણી
સ્વાદાનુસાર – મીઠું

વઘાર માટે
1 ચમચી – તેલ
1 ચપટી – હીંગ
1/2 ચમચી – રાઇ
4-5 નંગ – લીલા મરચાં
2 ચમચી – કોથમીર

બનાવવાની રીત
સૌ પ્રથમ ચણાની દાળને પાણીથી ધોઇ લો અને તેને 6 કલાક પાણીમાં પલાળી રાખો. દાળમાંથી પાણી નીકાળીને તેને દરદરી(અધકચરી) પીસી લો. તેમા જરૂરિયાત મુજબ પાણી ઉમેરી બારીક પીસી લો. હવે તેને એક મોટા બાઉલમાં નીકાળી લો. તેમા લીંબુનો રસ, ખાટું દહીં અને મીઠું ઉમેરી બરાબર મિકસ કરી લો. હવે તેને એક થાળીથી ઢાંકીને 5-6 કલાક ગરમ જગ્યા હોય ત્યાં મુકી દો. ત્યાર પછી તેમા આદુ-મરચાંની પેસ્ટ ઉમેરીને યોગ્ય રીતે મિક્સ કરી લો. હવે એક થાળી લો અને તેમા તેલ લગાવીને ચીકણી કરી લો. હવે એક ઉંડા વાસણ કે ઢોકળા બનાવવાના સ્ટીમરમાં 2-3 ગ્લાસ પાણી ગરમ કરી લો. તૈયાર ખીરામાં ઇનો કે બેકિંગ સોડા ઉમેરીને 1 મિનિટ માટે હલાવી લો. હવે આ ખીરાને ચીકણી કરેલી થાળીમાં રાખો અને તેને સ્ટીમરમાં મૂકી તેને ઢાંકી દો. 10-15 મિનિટ પછી ઢાંકણ હટાવીને ચપ્પુની મદદથી ચેક કરો કે ખમણ ચઢી ગયા છે કે નહીં. જો ચપ્પા પર ખમણનું ખીરૂ ચોંટે નહીં તો તે ચઢી ગયા છે નહીંતર તેને 2-3 મિનિટ ચઢવા દો. હવે સ્ટીમરમાંથી થાળી બહાર નીકાળીને તેને ઠંડુ કરીને તેને કટ કરી લો. હવે એક કઢાઇમાં તેલ ગરમ કરી લો. તેમા રાઇ અને હીંગ ઉમેરો. રાઇ ચટકે એટલે તેમા લીલા મરચાં ઉમેરી લો. હવે ગેસ બંધ કરીને ઉપરથી વઘાર ખમણ પર ઉમેરી લો અને તે પછી તેને કોથમીરથી ગાર્નિશ કરો. તેને તમે લીલી ચટણી સાથે સર્વ કરી શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન