બજારમાંથી નહીં, હવે આ રીતે ઘરે બનાવો ટેસ્ટી મોહનથાળ - Sandesh
  • Home
  • Food & Travel
  • બજારમાંથી નહીં, હવે આ રીતે ઘરે બનાવો ટેસ્ટી મોહનથાળ

બજારમાંથી નહીં, હવે આ રીતે ઘરે બનાવો ટેસ્ટી મોહનથાળ

 | 10:30 am IST

ગુજરાતી લોકો ખાવાના તો ખૂબ જ શોખીન હોય છે. એમા પણ જો ગળ્યું ખાવાનું મળી જાય તો વાત જ કઇ અલગ છે. તો આજે અમે તમારા માટે એક મીઠી વાનગી લઇને આવ્યા છીએ. જે ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે તો આવો જોઇએ કેવી રીતે ઘરે બનાવાય મોહન થાળ.. ખાસ કરીને મોહન થાળ શુભ પ્રસંગે બનાવવામાં આવે છે.

સામગ્રી
2 કપ – ચણાનો લોટ
1/2 કપ – દૂધ
1/4 ચમચી – ઇલાયચી પાઉડર
1.5 કપ – ખાંડ
8-10 નંગ – બદામ (કતરણ)
8-10 નંગ – પિસ્તા (કતરણ)
3/4 કપ – ઘી

બનાવવાની રીત
સૌ પ્રથમ એક વાસણમાં ચણાનો લો અને તેને ચાળી લો. હવે એક કઢાઇમાં ઘી ગરમ કરો. ત્યાર પછી બે ચમચી ઘી અને દૂધ ચણાના લોટમાં ઉમેરીને બરાબર મિક્સ કરી લો. હવે એક કઢાઇમાં વધેલું ઘી ઉમેરીને ગેસ પર ગરમ કરવા મૂકો. હવે કઢાઇમાં ચણાના લોટનું મિશ્રણ અને ઇલાયચી પાઉડર ઉમેરીને મધ્યમ આંચ પર બ્રાઉન થવા દો. ત્યાર પછી એક અલગ વાસણમાં ખાંડ અને પાણી ઉમેરીને ગેસ પર ધીમી આંચ પર રાખો. તે 2 તારની ચાસણી બને ત્યાં સુધી ચઢવા દો. હવે શેકેલા ચણાના લોટનું મિશ્રણ ઠંડુ થાય એટલે તેમા ધીમે-ધીમે ચાસણી ઉમેરતા જાવ. જો મિશ્રણ તમને કડક કે કઠણ લાગે તો જરૂરિયાત મુજબ તેમા દૂધ ઉમેરો. જેથી મિશ્રણ નરમ થઇ જશે. હવે મિશ્રણને કોઇ થાળી ટ્રેમાં નીકાળીને ફેલાઇ લો. તેની ઉપરથી બદામ અને પિસ્તા ઉમેરી લો. ત્યાર પછી તેને ટૂકડામાં કટ કરી લો. હવે મોહનથાળ ઠંડો થાય એટલે તેને ટ્રેનમાથી નીકાળી લો. તેને તમે સ્ટોર કરી શકો છો.