ફક્ત 20 મિનિટમાં બનાવો સ્વાદિષ્ટ ગુંદર કોકોનટ બરફી - Sandesh
  • Home
  • Food & Travel
  • ફક્ત 20 મિનિટમાં બનાવો સ્વાદિષ્ટ ગુંદર કોકોનટ બરફી

ફક્ત 20 મિનિટમાં બનાવો સ્વાદિષ્ટ ગુંદર કોકોનટ બરફી

 | 12:14 pm IST

સ્વીટ ડિશ કોને પસંદ નથી હોતી. દરેક લોકોના ઘરે અલગ-અલગ મિઠાઇઓ પણ બનાવવામાં આવે છે. પરંતુ જો વાત એક એવી મિઠાઇની હોય જે મીઠી હોવાની સાથે- સાથે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. આ એક એવી જ રેસિપી છે. જેનુ નામ છે ગુંદરની કોકોનટ બરફી..આ રેસિપી બનાવવામાં ખૂબ સરળ હોય છે અને તે ઝડપથી બની પણ જાય છે.

સામગ્રી
1 કપ – ખાંડ
1/2 કપ – ટેટીના બીજ
1 કપ – ખમણેલું નારિયેળ
1/4 કપ – ગુંદર
1/2 નાની ચમચી – દેશી ઘી
1/2 કપ – પાણી

બનાવવાની રીત
સૌ પ્રથમ એક કડાઇમાં ગુંદર ઉમેરી તેને શેકી લો. તે બાદ તેમા ટેટીમાં બીજ ઉમેરી 4-5 મિનિટ સુધી શેકો. હવે અન્ય એક કડાઇમાં પાણી અને ખાંડ ઉમેરી મધ્યમ આંચ પર ગરમ થવા દો. તેમા એક તારની ચાસણી બની જાય તો તેમા કોકોનટ, ટેટીના બીજ અને દેશી ઘી ઉમેરી 2-3 મિનિટ સુધી હલાવતા રહો. આ મિશ્રણ બરાબર ગટ્ટ થઇ જાય ત્યાં સુધી રહેવા દો. પાણી શોષાઇ જાય એટલે આ મિશ્રણને એક પ્લેટમાં નીકાળીને ફેલાવી દો. હવે ઠંડુ થયા બાદ તેના ચોસલા કરી દો. તૈયાર છે ગુંદર કોકોનટ બરફી.. બરફીને તમે બદામ કે પીસ્તાથી ગાર્નિશ કરી શકો છો.