Food-healthy-sprout-mung-salad-recipe for immunity covid 19
  • Home
  • Corona live
  • ફણગાવેલા મગનું સ્વાદિષ્ટ સલાડ 3 મિનિટમાં બની જશે

ફણગાવેલા મગનું સ્વાદિષ્ટ સલાડ 3 મિનિટમાં બની જશે

 | 12:21 pm IST

ચટપટું અને સ્વાદિષ્ટ મસાલેદાર ખાવાના શોખીન ગુજરાતીઓને સલાડ પણ ખૂબ પસંદ હોય છે. તો કેટલીક વખત સારા સ્વાસ્થ્ય માટે પણ સલાડનું સેવન કરતા હોઇએ છીએ. કેટલાક લોકો વધારે વજન હોવાને કારણે પણ આહારમાં સલાડનું સેવન કરે છે. સાથે જ તે રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે ઉપયોગી છે તો આવો આજે આપણે ફણગાવેલા મગનું સલાડ કેવી રીતે બનાવાય તેની રીત જોઇશું. જે બનાવવામાં સહેલું અને સ્વાસ્થ્ય માટે પણ ગુણકારી હોય છે.

બનાવવાની રીત

સૌ પ્રથમ એક કઢાઇમાં તેલ ગરમ કરો તેમા લસણ ઉમેરીને આછી બ્રાઉન રંગની થાય ત્યાં સુધી સાંતળી લો અને ગેસ બંધ કરી તેને ઠંડુ થવા દો. હવે તેમા સોયા સોસ,વિનેગર, ખાંડ, મરચું, મીઠું અને અધકચરી પીસેલા સીંગદાણા ઉમેરીને બરાબર મિ્કસ કરી લો. હવે એક વાસણાં ફણગાવેલા મગ, કેપ્સિકમ, ટામેટા, ડુંગળી અને તૈયાર કરેલું ગાર્નિશીંગની સામગ્રી ઉમેરી બરાબર મિક્સ કરી લો. હવે ઉપરથી કોથમીરથી ગાર્નિશ કરી લો. આ સલાડને તમે તરત પણ સર્વ કરી શકો છો. તે સિવાય તમે ફ્રીઝમાં પણ આ સલાડ ઠંડુ કરીને સર્વ કરી શકો છો.

 

આ પણ જુઓ : લોકડાઉનને કારણે અમદાવાદના મેયર પણ ઘરે F

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન