ચીઝ ખાવાના શોખીન લોકો આ રીતે ઘરે બનાવો 'ચીઝ' - Sandesh
  • Home
  • Food & Travel
  • ચીઝ ખાવાના શોખીન લોકો આ રીતે ઘરે બનાવો ‘ચીઝ’

ચીઝ ખાવાના શોખીન લોકો આ રીતે ઘરે બનાવો ‘ચીઝ’

 | 7:27 pm IST

ચીઝ ખાવાનું દરેક લોકોને પસંદ હોય છે. આઘુનિક રસોઈમાં ચીઝ અગત્યનું ખાદ્ય પદાર્થ ગણવામાં આવે છે. તો ગુજરાતી રસોઇમાં પણ ચીઝનો ભરપૂર ઉપયોગ કરવામાં આવે છે. અવનવી બેક્ડ્ ડીશ તેના વગર બનતી નથી. ચીઝ સેન્ડવિચ બાળકોની મનગમતી વાનગી છે. તો દરેક વાનગીમાં ચીઝ ઉમેરવામાં આવે છે. તો આ દરેક વસ્તુ બનાવવા માટે તમે બજારમાંથી ચીઝ ખરીદો છો. તો અમે તમારા માટે ઘરે ચીઝ કેવી રીતે બનાવાય તેની રેસિપી લઇને આવ્યા છીએ.

સામગ્રી
1 લીટર – દૂધ
1 નાની ચમચી – મેંદો
1 ચપટી – હળદર (રંગ માટે)
3 મોટી ચમચી – ઘી
1 મોટી ચમચી – વિનેગર કે લીંબુનો રસ

બનાવવાની રીત
સૌ પ્રથમ ચીઝ બનાવવા માટે મીડીયમ આંચમાં એક પેનમાં દૂધને ઉકાળો. હવે તેમા વિનેગર કે લીંબુનો રસ ઉમેરી દૂધને ફાડી નાખો. દૂધ બરાબર ફાટી જાય એટલે તેને તરત જ એક કપડામાં બાંધી દઇ તેમા રહેલુ પાણી નીકાળી લો. ત્યાર બાદ તેને ઠંડા પાણીથી ધોઇ લો અને ફરીથી તેમાથી પાણી નીતારી લો. હવે મિશ્રણમાંથી તૈયાર પનીરના નાના ટૂકડા કરીને ઉમેરો. તેમા મીઠુ, હળદર, મેંદો અને ઘી એકસાથે પીસી લો. તૈયાર મિશ્રણને એક ડબ્બામાં ભરીને 3-4 કલાક માટે ફ્રીઝમાં રાખી દો. તે બાદ તેને બહાર નીકાળો. તૈયાર છે હોમમેડ ચીઝ…