ફક્ત 20 મિનિટમાં બનાવો ક્રિસ્પી અને ચટપટા કુરકુરે - Sandesh
  • Home
  • Food & Travel
  • ફક્ત 20 મિનિટમાં બનાવો ક્રિસ્પી અને ચટપટા કુરકુરે

ફક્ત 20 મિનિટમાં બનાવો ક્રિસ્પી અને ચટપટા કુરકુરે

 | 7:18 pm IST

આજકાલ બાળકોને કુરકુરે ખૂબ ભાવે છે.પરંતુ બજારમાં મળતા કુરકુરે કેટલાય દિવસથી પેક કરેલા હોય છે. જેથી બાળકોના સ્વાસ્થ્યને નુક્શાન થઇ શકે છે. તો આ કુરકુરે આપણે બાળકોને ઘરે જ બનાવીને ખવડાવીએ તો સૌથી બેસ્ટ રહેશે. જેથી બાળકોના સ્વાસ્થ્યને નુક્શાન પણ નહીં થાય અને ઘરે તમે સ્વાદિષ્ટ કુરકુરે પણ બનાવી શકશો.આ રેસિપી બનાવતા ફક્ત 15 કે 20 મિનિટનો સમય લાગે છે.

સામગ્રી
1 કપ -ચોખાનો લોટ
3 ચમચી – અડદની દાળ
4 ચમચી – માખણ
1 ચમચી – લાલ મરચું
2 ચમચી -આદુ-લસણની પેસ્ટ
1/2 ચમચી – જીરૂ
2 ચમચી – હીંગ
સ્વાદ પ્રમાણે – મીઠું
1 ચમચી – ચાટ મસાલો

બનાવવાની રીત
સૌ પ્રથમ ધીમી આંચ પર એક પેન ગરમ કરવા માટે મુકો. પેન ગરમ થાય તે બાદ તેમા અડદની દાળ બ્રાઉન રંગની થાય ત્યાં સુધી શેકી લો. હવે આંત બંઘ કરી લો. અડદની દાળમાં ચોખાનો લોટ, માખણ, મીઠું, હીંગ , જીરૂ, લાલ મરચું, આદુ અને લસણની પેસ્ટ મિકસ કરી લો.હવે તેનો લોટ બાંધી લો.લોટના લૂઆ કરીને તેને ચકરી મેકરમાં ભરી લો. હવે ધીમી આંચ પર પેનમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થતા ચકરી મેકરથી સેવની જેમ કુરકુરે બનાવો. કુરકુરે આછા બ્રાઉન રંગના થાય ત્યાં સુધી તરો અને બહાર નીકાળી લો. ક્રિસ્પી કુરકુરે તૈયાર છે. હવે ઉપરથી ચાટ મસાલો છાંટીને તમે તેને ચા સાથે પણ સર્વ કરી શકો છો. તે સિવાય તમે કુરકુરેને ઠંડા કરી એર ટાઇટ ડબ્બામાં સ્ટોર કરીને પણ રાખી શકો છો.